જીવનના આ રસ્તાઓને છોડીને જઈશું ત્યારે..
જીવનના આ રસ્તાઓને છોડીને જઈશું ત્યારે..
જીવનના જે રસ્તાઓપર આપણે આખી જિંદગી ચાલતા રહેલા,
એના એક મુકામ ઉપર આપણી સફર પૂરી થશે.
એ પછી પણ એ રસ્તાઓ આગળ વધતા જ રહશે.
ત્યારે આપણે નહીં, આપણા બાળકો એમના પર ચાલતા હશે.
આપણે જ્યાં છોડ્યું હતું એનાથી પણ દૂર, ઘણા દૂર તેઓ નીકળી ગયા હશે.
જન્મીને પાછા આવીશું ત્યારે નહીં તો આપણે એમને, કે તેઓ આપણને ઓળખશે.
પગલાં આપણા ભૂંસાઈ ગયાં હશે, પણ આપણા કર્મોની ફળ-ભૂમિ એમને અડતી રહેશે,
તો કર્મો આપણે એવાં કરીએ જે એમને અડે, પણ નડે નહીં, માત્ર ઊંચાઈએ લઇ જઈને છોડે.
આવો, આપણે સમયના વહેણો સાથે ચાલતા રહીએ.
સમયના વહેણો પોતાની ગતિથી વહે જાય છે.
એ વહેણ સાથે પૃથ્વી ઉપર આકાર લઈ રહેલી પ્રવૃત્તિઓ પણ પ્રગતિના માર્ગે ઝડપથી આગળ વધતી જાય છે.
વર્ષો પહેલાં આપણે જ્યાં હતા ત્યાંથી ઘણા માઈલો દૂર, ઉન્નતિના માર્ગે આવીને ઊભા છીએ.
સંસારની સફરના વહી ગયેલાં વહેણોમાંથી ઊઠેલી અંજલિ
અમે મળ્યા હતા.
એકબીજાના થવા પહેલાં અમે હતા અજનબી..
સંસાર-સાગરની હોડીમાં બેઠા પછી થયા જીવનસાથી.
પછી વીત્યા મહિનાઓ, વીત્યાં અને વીતતાં ગયાં વર્ષો.
ચિંતાઓ આપણને બાળે, પ્રાર્થનાઓ ચિંતાને બાળે.
આપણા ઘરની, આપણા મકાનની, શેરીની, શહેરની, રાજ્યની, દેશની અને આપણા હૈયાની બારીની બહાર નજર કરીને ધ્યાનથી જોઈએ તો જણાય છે કે ક્યાંક અને ક્યાંક અરાજકતા, અશાંતિ, અજંપો, અસહિષ્ણુતા,નિરાશા અને મૂંઝવણો પ્રવર્તી રહી છે.
સહુ ઝંખે છે કંઈક
સૂકાયેલાં ઝરણાં નદીને ઝંખે છે,
વિરાન નદીઓ સાગરને ઝંખે છે,
ઓટમાં ઉતેરેલો સાગર આકાશના પાણી ઝંખે છે,
કર્યાં શ્રાદ્ધ અમે પિતૃઓના, પણ
અર્પણ અમારાં ઓછા પડ્યાં,
તર્પણ અમારાં ઓછા પડ્યાં.
પિતૃઓનું મહત્વ સમજાય છે ત્યારે આપણે એ સમયમાંથી પસાર થઇ રહ્યા હોઈએ છીએ જ્યાં સંસાર શરુ કરવાની ઉત્કન્ઠા, પોતાના મકાનમાં ઘર માંડવાની અભિલાષા, કામણગારી કાયાના કૌતૂકોની કુતુહલતા, નાનાકાઓને જન્મ આપીને નવી જવાબદારીઓ લેવાની ધગશ, અને આ બધા સ્થાનકોમાં ઠરેઠામ થયા પછી પોતાના પાછલા જીવનની સુરક્ષાની તૈયારીમાં ગુંથાઈ જવાની, બંધાઈ જવાની જવાબદારીમાં આપણે સહુ બહુ જ ઊંડા ઉતરી ગયા હોઈએ છીએ. એટલાં ઊંડાં કે આપણા પિતૃઓ હયાત હોય તો માત્ર એમની હયાતીની નોંધ જ આપણે લઇ શકતા હોઈએ છીએ. એ સિવાય વડીલોની શારીરિક, માનસિક, ભાવનાત્મક, જરૂરિયાતો સંતોષાયા વગરની રહી જતી હોય છે, એ ક્ષતિ પ્રત્યે આપણું ધ્યાન જ જતું નથી. પિતૃઓ જેમ જેમ વૃધ્ધત્વ તરફ પ્રયાણ કરતાં જાય તેમ વધુ અને વધુ શિથીલ અને શક્તિહીન એમના શરીર થતાં જાય છે; મન બાળક જેવું અધીરું થતું જાય છે.
{{commentsModel.comment}}