સંસારની સફરના વહી ગયેલાં વહેણોમાંથી ઊઠેલી અંજલિ

Oct 06, 2019 10:43 PM - Harish Panchal

742


સંસારની સફરના વહી ગયેલાં વહેણોમાંથી ઊઠેલી અંજલિ

 

અમે મળ્યા હતા.

એકબીજાના થવા પહેલાં અમે હતા અજનબી..

સંસાર-સાગરની હોડીમાં બેઠા પછી થયા જીવનસાથી.

પછી વીત્યા મહિનાઓવીત્યાં અને વીતતાં ગયાં વર્ષો.

સંસાર-સાગરના તોફોનો વચ્ચે અમે વહેતા રહ્યા અને જીવતા ગયા

તેઓ અમને સ્મિત ભેળવીને લાગણી આપતા રહ્યા.

અમારે હૈયે હતું હેત તો'ય અમે એમને નડતા રહ્યા.

હોડીમાં અમે હતા માત્ર બે જપછી બાળ મુસાફરો વધતા ગયા.

પછી પણ અમે વહેતા રહ્યા. આનંદથી વિહરતા રહ્યા.

પણ સંસાર-સાગરમાં ઉઠતાં મોજાંઓ હંમેશાં શાંત નથી હોતાં.

એક આંધી એવી આવી અને  નાવ અમારી એવી ડૂબી,

કે સફર શરુ કરેલી જેની સાથે એમણે જ લીધી સમાધિ.

પછી ચારે બાજુએ સાગર જ હતો,  સંસાર રહ્યો નહોતો.

પાછળથી નાવમાં આવેલા મુસાફરો એમના કિનારા આવતાં  ઉતરતા ગયા.

અને નાવમાં રહી ગયેલા એક માત્ર અમે નાવને લઈને વહેતા રહ્યા.

એકલા વીતેલા ૨૫ વર્ષોની  આંધીઓમાં ડૂબવું હતું તો'ય ઊંડાણ ના મળ્યા.

હવે આજે થયું કે થોડું થોભીને એમને યાદ કરી લઈએએમને માટે પ્રભુની દુઆઓ માંગી લઈએ.

તેઓ આજે ક્યાં હશે? ..

Jun 19, 2022 12:00 PM - Harish Panchal

આપણી સફર જયારે શરુ કરેલી આપણે, ત્યારે કેટલાં ય સ્નેહીઓને સાથે લઈને નીકળેલા?

એમાંથી આપણે કેટલાંય ને બેઠા કરવા આપણા હાથ આપેલા, કેટલાંઓએ આપણને બેઠા કરેલા?

કેટલાંયઓને વચનો આપેલા, કેટલાં લોકોએ આપણને વચનો આપેલા,

796

Read more

જીવનનો મર્મ

Oct 06, 2019 10:42 PM - Harish Panchal

આપણે આ પૃથ્વી ઉપર જન્મ  લઈ છીએ અને અહીં જ દેહ  છોડીને વિદાય  લઈએ છીએ.  આવન  અને જાવન - આ બે બિંદુઓ વચ્ચેની નાનકડી સફર એ આપણી જિંદગી.  આપણે આ પૃથ્વીપર આવેલા ત્યારે ખાલી હાથે આવેલા.

703

Read more

જીવનના અંતિમ મુકામ તરફની યાત્રા

Oct 06, 2019 10:42 PM - Harish Panchal

પૂર્વ જન્મોમાં હોંશે, હોંશે જે માંગ્યું હતું માનવજીવન, તે ઈશ્વરે આપ્યું.

આપણે આવ્યા, મોટા થયા, ભણી-ગણીને નોકરી-ધંધે લાગ્યા અને જીવનમાં સ્થાયી થયા.

જીવનના કિનારે આવીને ઊભા ત્યારે અનુભવ્યું કે જીવનની સંધ્યા રાત્રિ તરફ ઢળી રહી છે.

889

Read more

 

આવો. જન્મો જનમ આપણે એક બીજાને શોધતા રહીએ ..

 

 

Feb 20, 2024 04:30 PM - Harish Panchal ('hriday')

વીતેલાં કંઈક જન્મો પહેલાં હતાં તમે અને હતાં અમે

વિસરાયેલી એ પહેચાનોની ઝાંખી કરવા જીવતા જઈએ ..   આવો આપણે

 

સંસારના લાંબા આ રસ્તાઓ પર ચાલતાં, ચાલતાં  જોતા જઈએ

 

સામે મળે કોઈ હેતાળ હૈયાં, તેમાં એક-બીજાને શોધતાં રહીએ ..  આવો આપણે

 

 

તમને મારાથી કે મને તમથી ના છીનવે કોઈ, એ કાજે  એક-બીજાને અંદર મઢીને હૈયાંને  સીવી લઈએ  

 

કાયાના મકાનો કાચા પણ આતમના સંબંધોને જન્મો  જન્મ ગુંથેલા રાખે એવા ધાગે બાંધી દઈએ   ..આવો આપણે 

 

 

ઈશ્વરે રચેલા જન્મ-મરણ ના ફેરાઓમાં કોઈ આગળ તો કોઈ પાછળ, એવામાં હાથ છૂટે અને સંગાથ તૂટે ,તો પેલે પાર પહોંચી થોભજો સાથી, ફરી પાછા સાથે મળી, હાથમાં હાથ લઇ જન્મોની સહિયારી સફરે નીકળીશું આપણે 

 

894

Read more

જનારા તો ચાલી જાય છે છતાં ...

Feb 21, 2024 11:59 AM - હરીશ પંચાલ 'હૃદય'

જનારા ચાલી જાય છે. એમની હયાતીમાં જે પણ ફરિયાદો, હૈયા-બળાપો, અથવા વૈમનસ્ય એમનાં સગાં-સંબંધીઓ-મિત્રોએ અનુભવ્યા હોય એ નિર્મૂળ થઇ ચૂક્યાં હોય છે કારણ કે એ બધા નકારાત્મક પરિબળો જનાર વ્યક્તિના શરીર સાથે સંકળાયેલા હતાં એ શરીર હવે નાશ પામ્યું  છે. 

165

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.