અમારી પાર્થના સાંભળ મા શમ્ભુ રાણી
“મા’ આજ્થી શરુ થતી નવરાત્રીમાં આ પૃથ્વી ઉપરના સઘળા જીવોના હૈયામાંથી ઉઠતી પ્રાર્થના સાંભળજો અને સ્વીકારજો. અમે તમારા ગરબા ગાઈને અમારી શ્રદ્ધા પ્રગટ કરીએ છીએ. કોઈ જાગરણ કરે છે, કોઈ ગાયત્રી મા ના અનુષ્ઠાન કરે છે, કોઈ ઉપવાસ કરે છે. તમારી આ ધરતી ઉપર જન્મ લેનારા નાનકડા ભૂલકાંઓ માટે એમની મા જ એમની દુનિયા છે. અંબા, દુર્ગા, કાલિકા, પાર્વતી, ગાયત્રી, સાવિત્રી, સરસ્વતી, ચામુડા, ખોડિયાર – એ બધી માતાઓ કરતાં એ નાનકાઓને પોતાની મા, જે એમને દૂધ પીવડાવે છે, એમને હૈયા પાસે વળગાડીને ઘરના બધા કામો કરે છે, એ જ વધુ પ્રિય છે. એમને ખબર નથી હોતી કે તમે એમની માતાઓની પણ મા છો.
મા, અમે સહુ આ ધરતી ઉપર આવીને દુનિયાના રંગોમાં અટવાઈ ગયા છીએ. ધન, સામગ્રી, સુખ, સાહેબી, વોટ્સ-અપ , ફેસબૂક, ઇસ્ટાગ્રામ, લિન્ક્ડ-ઇન, ટ્વીટર , વગેરે માં ખોવાઈને ભૂલા પડી ગયા છીએ. સાથે ૨-૩ મોબાઈલ હોવા છતાં ઓછા પડે છે. સવારે, બ્રહ્મ મુહુર્ત માં વહેલા નથી ઉઠી શકાતું. છાપું વાંચવામાં, વોટ્સ-અપ ઉપર સહુને “શુભ દિવસ” ના સંદેશા મોકલવામાં તમારી માળા કરવાનો સમય નથી રહેતો. તેથી જ રાત્રે તમારા ગરબા ગાવાના બહાને હાજર રહેલી બહેનોમાં સખીઓને શોધવામાં અને ઉત્સાહી ભાઈઓમાં ‘સખા’ ને શોધવામાં તમારી મૂર્તિને લાંબેથી જ પ્રણામ કરી લઈએ છીએ.
તો પણ અમે તમારા બાળકો છીએ, મા. અમારું ધ્યાન રાખજે. અમે ભાવ-ભક્તિમાં ઊંડા નથી ઉતરી શક્યા, છતાં પણ અમારી વિનંતીઓને મંજુર કરજો મા, હમેંશા તારી પાસે કંઈ ને કંઈ રોજ માંગતા રહીએ છીએ. એ બધું ભૂલીને પણ અમારી આંગળી પકડજે, મા. અમારી શ્રદ્ધા અમારા હૈયાના કોઈક ખૂણે ખોવાયેલી પડી છે. એ શ્રધ્ધા નું બળ ઊંડું કરજે, મા. ઈશ્વર પછી આ બ્રહ્માંડમાં માત્ર તું એક મા જ એવી છે, જે અમને સહુને માફ કરતી રહે છે.
આજે જ તું પાવાગઢ થી ઉતરી છે. કદાચ થાકેલી પણ હશે. છતાં અમે જ્યાંથી પણ તને પોકારીએ ત્યાં આવી જજે, મા. અમને દર્શન આપીને અમને સહુને કૃત-કૃત્ય અને ધન્ય કરજે માડી !
·
રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ-નવ નિધિ દે વંશમેં વૃદ્ધિ દે બાંકબાની.
હૃદયમેં જ્ઞાન દે, ચિત્તમેં ધ્યાન દે, અભય વરદાન દે, શંભુરાની.
દુ:ખકો દૂર કર, સુખ ભરપૂર કર, આશ સંપૂર્ણ કર, દાસ જાની.
સજ્જન સોં હિત દે, કુટુમ્બમેં પ્રીત દે, જંગમેં જીત દે, મા ભવાની
કર્યાં શ્રાદ્ધ અમે પિતૃઓના, પણ
અર્પણ અમારાં ઓછા પડ્યાં,
તર્પણ અમારાં ઓછા પડ્યાં.
પિતૃઓનું મહત્વ સમજાય છે ત્યારે આપણે એ સમયમાંથી પસાર થઇ રહ્યા હોઈએ છીએ જ્યાં સંસાર શરુ કરવાની ઉત્કન્ઠા, પોતાના મકાનમાં ઘર માંડવાની અભિલાષા, કામણગારી કાયાના કૌતૂકોની કુતુહલતા, નાનાકાઓને જન્મ આપીને નવી જવાબદારીઓ લેવાની ધગશ, અને આ બધા સ્થાનકોમાં ઠરેઠામ થયા પછી પોતાના પાછલા જીવનની સુરક્ષાની તૈયારીમાં ગુંથાઈ જવાની, બંધાઈ જવાની જવાબદારીમાં આપણે સહુ બહુ જ ઊંડા ઉતરી ગયા હોઈએ છીએ. એટલાં ઊંડાં કે આપણા પિતૃઓ હયાત હોય તો માત્ર એમની હયાતીની નોંધ જ આપણે લઇ શકતા હોઈએ છીએ. એ સિવાય વડીલોની શારીરિક, માનસિક, ભાવનાત્મક, જરૂરિયાતો સંતોષાયા વગરની રહી જતી હોય છે, એ ક્ષતિ પ્રત્યે આપણું ધ્યાન જ જતું નથી. પિતૃઓ જેમ જેમ વૃધ્ધત્વ તરફ પ્રયાણ કરતાં જાય તેમ વધુ અને વધુ શિથીલ અને શક્તિહીન એમના શરીર થતાં જાય છે; મન બાળક જેવું અધીરું થતું જાય છે.
જીવનની નાજુક પળોમાં
જીવનની નાજુક પળોમાં
હૈયાની લાગણીઓને વહેવા દઈએ
ખોળિયા વગરના હૈયાં - અને નામ વગરના સંબંધો
કોઈક ક્યાંક મળ્યું હતું, કોણ હતું, શું નામ હતું એ ખબર નથી,
આંખો મળી હતી, ચહેરા વાંચ્યા હતાં પણ ઓળખાણ આપી નહોતી.
અમે ઘણા ઊંચે ગયા પણ
હૈયાના ઊંડાણમાં જોયું તો
નીચે જ હતા અમે.
બહુ ભણ્યા, ડીગ્રીઓ લીધી પણ જીવનના મૂલ્યોને ભૂલ્યા અમે.
બહુ કમાયા, કરોડો માં રમ્યા, તો ય કદી હાથ ઝાલ્યો નહીં કોઈનો
ઈશ્વરને બહુ ભજ્યા, દાન ઘણા કર્યા પણ ‘હરી’ હૈયે વસ્યો નહીં કદી ય.
બાળકોના ઊજવળ ભાવી અર્થે વિદેશ ગયા પણ નહીં ત્યાંનાં કે અહીંનાં રહ્યા અમે.
આવો. જન્મો જનમ આપણે એક બીજાને શોધતા રહીએ ..
વીતેલાં કંઈક જન્મો પહેલાં હતાં તમે અને હતાં અમે
વિસરાયેલી એ પહેચાનોની ઝાંખી કરવા જીવતા જઈએ .. આવો આપણે
સંસારના લાંબા આ રસ્તાઓ પર ચાલતાં, ચાલતાં જોતા જઈએ
સામે મળે કોઈ હેતાળ હૈયાં, તેમાં એક-બીજાને શોધતાં રહીએ .. આવો આપણે
તમને મારાથી કે મને તમથી ના છીનવે કોઈ, એ કાજે એક-બીજાને અંદર મઢીને હૈયાંને સીવી લઈએ
કાયાના મકાનો કાચા પણ આતમના સંબંધોને જન્મો જન્મ ગુંથેલા રાખે એવા ધાગે બાંધી દઈએ ..આવો આપણે
ઈશ્વરે રચેલા જન્મ-મરણ ના ફેરાઓમાં કોઈ આગળ તો કોઈ પાછળ, એવામાં હાથ છૂટે અને સંગાથ તૂટે ,તો પેલે પાર પહોંચી થોભજો સાથી, ફરી પાછા સાથે મળી, હાથમાં હાથ લઇ જન્મોની સહિયારી સફરે નીકળીશું આપણે
{{commentsModel.comment}}