જવું’તું જન્મથી ધ્યેય સુધી, પણ ..
જવું’તું જન્મથી ધ્યેય સુધી, પણ ..
જન્મ્યા પહેલાં જવા ધાર્યું’તું નાકની દાંડીએ જન્મથી ધ્યેય સુધી
પણ જીવનના રસ્તાઓ પર વિખરી હતી શેરીઓ અને ગલીઓ કેટલી બધી
કોઈ સીધી, કોઈ ત્રાંસી, સામ-સામી, ‘એક-માર્ગી’તો કોઈ વાંકી-ચૂકી
અમે ચાલતા રહ્યા આ ગલીઓ જ્યાં લઇ જાય ત્યાં, સરનામાંની ખબર નહોતી.
હતા નામ અલગ અને કામ અલગ આ ગલીઓના, કોઈ લઈ ગઈ બાળમંદિરમાં.
કોઈ શાળામાં, કોઈ કોલેજમાં, કોઈ રમત કે તોફાનમાં, કોઈક શાંત ડહાપણની ખોલીઓમાં.
ક્યાંક લખ્યાં’તાં નામ મંદિરોના, ક્યાંક હવેલી, દેરાસર, ગુરુદ્વારા અને મસ્જિદોના,
કઇંક કેટલાં આશ્રમો, દેવળો, વળી જુગારખાના અને મદિરાલયો પણ દૂર નહોતાં.
ઘર હતાં ક્યાંક મિત્રો ને સ્વજનોના, તો ક્યાંક સ્નેહી, સહેલીઓ જે સંબંધના કોઈ નામ નહોતાં,
હતું યાદ, કોઈએ આપેલો દગો, કોઈએ પ્રેમ અને લાગણીઓ, તો કોઈના આપેલાં અને ભૂલાયેલાં વચનો.
ફરતા રહ્યા ધ્યેયના સરનામાંની શોધમાં અમે, ત્યાં મળી ગયાં પત્ની અને બાળકો રસ્તામાં
ફર્યા ચાર ફેરા તેઓ અને ત્રણ અમે, પછી અમે બેઉ ફરતા રહ્યા બાળકોને મૂકવા-લાવવામાં.
શેરીઓ ગઈ કેટલી, અને ગયા ધોરી રસ્તાઓ, જડ્યો નહીં અમને તો ય ધ્યેય જીવનનો
અડધી વીતી ગઈ જિંદગી, ખબર નહીં, હશે કેટલી બાકી, આ જન્મની ગલીઓ અને અધૂરાં કાર્યો.
“ચાલતાં રહેવાનું નામ જ જિંદગી”, આવી સમજ, ધરી ધીરજ, ત્યારે આવ્યા જીવનના ‘હાઈ વે’ ઉપર.
ટ્રાફિકની ભીડમાં ‘સેવિંગ્સ, જીવન-વીમો, આર્થિક સમતોલન, બાળકોનું ભાવી, કર્યું’ તું આ સઘળું પાર
ઊછર્યા, ભણ્યા, કમાયા અને પરણ્યા બાળકો, પાંખ આવી અને ઉડી ગયાં પંખીઓ, માળો થયો ખાલી,
ખોલીને જોઈ ત્યારે કિતાબ જીવનની, તો જાણ્યું હજી રહ્યાં’તાં કર્મો, અને હાંસિલ કરવાના ધ્યેયો બાકી.
કર્યાં તો હતાં કર્મો ઘણાં, પણ તે સઘળાં પોતાને કાજે, બીજા કાજે કરવાનાં કર્મોનું ખાતું ખાલી.
હાંસિલ કર્યાં’તા ધ્યેયો, તે પણ પોતાને કાજ, ઉત્થાન બીજાના કરવા’તા, તેની પણ હતી ઉધારી.
કહી ગયેલા સંતો “જે જીવે બીજાને કાજે, તે જ જીવ્યા કહેવાય”, ત્યારે જાણ્યું, ‘અધૂરું’ હતું જીવન અમારું.
હતા સહુના ધ્યેય હૈયે તો ય અમે રહ્યા નિષ્ક્રિય, છે હવે બાકી છે જીવન થોડું, ને ત્યાં પહોંચવાનું અંતર લાંબુ.
હતી જિંદગી ચાર દિવસની, બે ગયા આકાંક્ષામાં અને બાકીના બે પૂરી કરવા ઈચ્છાઓ
હવે રહેલી જિંદગીમાં જે રહેશે ધ્યેયો અધૂરાં, તે કરવાને પૂરાં,વળી પાછા બીજા જન્મો.
જન્મ્યા’તા જ્યાં ત્યાંથી સ્મશાન પણ દૂર તો નહોતું.
તો’ય આ ધ્યેયો ને ફરજોની સફરમાં ‘હૃદય’ કેટલું દૂર સુધી ચાલવું પડ્યું, થાકી જવું પડ્યું!
હરીશ પંચાલ (‘હૃદય)
કર્યાં શ્રાદ્ધ અમે પિતૃઓના, પણ
અર્પણ અમારાં ઓછા પડ્યાં,
તર્પણ અમારાં ઓછા પડ્યાં.
પિતૃઓનું મહત્વ સમજાય છે ત્યારે આપણે એ સમયમાંથી પસાર થઇ રહ્યા હોઈએ છીએ જ્યાં સંસાર શરુ કરવાની ઉત્કન્ઠા, પોતાના મકાનમાં ઘર માંડવાની અભિલાષા, કામણગારી કાયાના કૌતૂકોની કુતુહલતા, નાનાકાઓને જન્મ આપીને નવી જવાબદારીઓ લેવાની ધગશ, અને આ બધા સ્થાનકોમાં ઠરેઠામ થયા પછી પોતાના પાછલા જીવનની સુરક્ષાની તૈયારીમાં ગુંથાઈ જવાની, બંધાઈ જવાની જવાબદારીમાં આપણે સહુ બહુ જ ઊંડા ઉતરી ગયા હોઈએ છીએ. એટલાં ઊંડાં કે આપણા પિતૃઓ હયાત હોય તો માત્ર એમની હયાતીની નોંધ જ આપણે લઇ શકતા હોઈએ છીએ. એ સિવાય વડીલોની શારીરિક, માનસિક, ભાવનાત્મક, જરૂરિયાતો સંતોષાયા વગરની રહી જતી હોય છે, એ ક્ષતિ પ્રત્યે આપણું ધ્યાન જ જતું નથી. પિતૃઓ જેમ જેમ વૃધ્ધત્વ તરફ પ્રયાણ કરતાં જાય તેમ વધુ અને વધુ શિથીલ અને શક્તિહીન એમના શરીર થતાં જાય છે; મન બાળક જેવું અધીરું થતું જાય છે.
“जसं जीवन तसं नाव” .. “तुज़को चलना होगा”
તોફાનોમાં અટવાયેલું જીવન, સંસાર-સાગરની નૌકામાં પણ સંવેદના ના કેટલાં ઝંઝાવાત લાવે છે!
અને ત્યારે તોફાનોમાં હારી જઈને, જીવનની સફરને અટકાવીને બસ થોભી જવાનું મન થાય છે.
આવો. જન્મો જનમ આપણે એક બીજાને શોધતા રહીએ ..
વીતેલાં કંઈક જન્મો પહેલાં હતાં તમે અને હતાં અમે
વિસરાયેલી એ પહેચાનોની ઝાંખી કરવા જીવતા જઈએ .. આવો આપણે
સંસારના લાંબા આ રસ્તાઓ પર ચાલતાં, ચાલતાં જોતા જઈએ
સામે મળે કોઈ હેતાળ હૈયાં, તેમાં એક-બીજાને શોધતાં રહીએ .. આવો આપણે
તમને મારાથી કે મને તમથી ના છીનવે કોઈ, એ કાજે એક-બીજાને અંદર મઢીને હૈયાંને સીવી લઈએ
કાયાના મકાનો કાચા પણ આતમના સંબંધોને જન્મો જન્મ ગુંથેલા રાખે એવા ધાગે બાંધી દઈએ ..આવો આપણે
ઈશ્વરે રચેલા જન્મ-મરણ ના ફેરાઓમાં કોઈ આગળ તો કોઈ પાછળ, એવામાં હાથ છૂટે અને સંગાથ તૂટે ,તો પેલે પાર પહોંચી થોભજો સાથી, ફરી પાછા સાથે મળી, હાથમાં હાથ લઇ જન્મોની સહિયારી સફરે નીકળીશું આપણે
ઋતુઓ આવે અને જાય
વસંત, ગ્રીષ્મ, વર્ષ, શરદ, હેમન્ત અને શિશિર
દર બે-ત્રણ મહિને પ્રકૃતિ બદલે ઋતુઓના ચીર,
ચઢતી, પડતી, આશા, નિરાશા, સુખ અને દુ;ખ જેવી
જીવનના અંતિમ મુકામ તરફની યાત્રા
પૂર્વ જન્મોમાં હોંશે, હોંશે જે માંગ્યું હતું માનવજીવન, તે ઈશ્વરે આપ્યું.
આપણે આવ્યા, મોટા થયા, ભણી-ગણીને નોકરી-ધંધે લાગ્યા અને જીવનમાં સ્થાયી થયા.
જીવનના કિનારે આવીને ઊભા ત્યારે અનુભવ્યું કે જીવનની સંધ્યા રાત્રિ તરફ ઢળી રહી છે.
{{commentsModel.comment}}