“जसं जीवन तसं नाव” .. “तुज़को चलना होगा”
દુનિયાના રસ્તાઓ ઉપર આપણે કેટલાં વર્ષોથી ચાલતા આવ્યા છીએ.
કદીક નૌકામાં બેસીને વહી રહેલા પાણીમાં સફર કરવાનું મન થાય છે.
ખુશનુમા વાતાવરણમાં, ઠંડા પવનની લહેરખીઓ વચ્ચે હોડીમાં બેસીને ,
હૈયાની નજીક હોય એવા સાથી સાથે આ નૌકાની સફર મનમાં કેટલાં સ્પંદનો જગાવે છે !
પણ સંસારની સફરના રસ્તાઓમાં ઉઠતા તોફાનો નૌકાની સફરમાં પણ વેદનાઓ પહોંચાડે છે.
મરાઠીમાં કોઈ કવિએ લખ્યું છે: “जसं जीवन तसं नाव”
તોફાનોમાં અટવાયેલું જીવન, સંસાર-સાગરની નૌકામાં પણ સંવેદના ના કેટલાં ઝંઝાવાત લાવે છે!
અને ત્યારે તોફાનોમાં હારી જઈને, જીવનની સફરને અટકાવીને બસ થોભી જવાનું મન થાય છે.
પણ નદીઓને પણ વહેતાં જ રહેવાનું છે. સ્થગિત થયેલાં વહેણો દુષણો ને જન્મ આપતાં હોય છે.
તો જીવનની વિષમ પરિસ્થિતિઓ માં પણ ચાલતાં રહેવાની જે પ્રેરણા આપે એવા સંદેશને સાંભળીએ.
આવો આપણે પણ જીવન-નૌકામાં, હૃદયના સાથીની સાથે અંતરમાં ઉઠતી નિરાશાઓને શાતા આપીએ.
મા તને પ્રણામ
પૃથ્વી ઉપરની બધી માતાઓ નિદ્રાદેવીને ખોળે માંથું મૂકીને વિશ્રામ કરવા જઈ રહી છે, ત્યારે
આ સઘળી માતાઓની માતા – દુષ્ટોનો નાશ કરનાર મા કાલિકા, જે સદા સર્વદા મોજૂદ રહે છે
જીવનની નાજુક પળોમાં
જીવનની નાજુક પળોમાં
હૈયાની લાગણીઓને વહેવા દઈએ
જનારા તો ચાલી જાય છે છતાં ...
જનારા ચાલી જાય છે. એમની હયાતીમાં જે પણ ફરિયાદો, હૈયા-બળાપો, અથવા વૈમનસ્ય એમનાં સગાં-સંબંધીઓ-મિત્રોએ અનુભવ્યા હોય એ નિર્મૂળ થઇ ચૂક્યાં હોય છે કારણ કે એ બધા નકારાત્મક પરિબળો જનાર વ્યક્તિના શરીર સાથે સંકળાયેલા હતાં એ શરીર હવે નાશ પામ્યું છે.
‘અટલ’ દેશ પ્રેમીની વિદાય - કેટલી ભવ્ય, કેટલી ધન્ય !
એક મહાન આત્માએ લીધી વિદાય.
એમને વિદાય આપવા ઉમટ્યો હતો માનવ-મેહેરામણ.
દેશના મોટા ભાગના social media પર એમની ચર્ચા હતી.
એમના જીવનકાળ, કાર્યકાળ દરમ્યાન મેળવેલી સિદ્ધિઓની સરાહના હતી.
જીવનના અંતિમ મુકામ તરફની યાત્રા
પૂર્વ જન્મોમાં હોંશે, હોંશે જે માંગ્યું હતું માનવજીવન, તે ઈશ્વરે આપ્યું.
આપણે આવ્યા, મોટા થયા, ભણી-ગણીને નોકરી-ધંધે લાગ્યા અને જીવનમાં સ્થાયી થયા.
જીવનના કિનારે આવીને ઊભા ત્યારે અનુભવ્યું કે જીવનની સંધ્યા રાત્રિ તરફ ઢળી રહી છે.
{{commentsModel.comment}}