મા તને પ્રણામ
આજના Mothers’ Day ની સંધ્યા આથમવા જઈ રહી છે.
પૃથ્વી ઉપરની બધી માતાઓ નિદ્રાદેવીને ખોળે માંથું મૂકીને વિશ્રામ કરવા જઈ રહી છે, ત્યારે
આ સઘળી માતાઓની માતા – દુષ્ટોનો નાશ કરનાર મા કાલિકા, જે સદા સર્વદા મોજૂદ રહે છે
એમને આજના શુભ અવસરે ખુદ સંગીત માર્તન્ડેય પંડિત જસરાજ પોતે અંજલી આપી રહ્યા છે.
આવો, આપણે પણ એમની આ મંત્ર-મુગ્ધ અંજલી માં જોડાઈએ
दिल ढूंढता है सहारे सहारे
ઓટલા, શેરીઓ, ચૌરાહા, રસ્તાઓ ખામોશ છે
સર્વત્ર અશાંતિ છે, સહુ હૈયાના ઓરડાઓમાં ગમગીની સૂતી છે,
કંઇક કેટલાં મનના ઊંડાણમાં નિસાસાનો નિવાસ છે
સહુના હોઠે ફરિયાદ છે, કેટલીય આંખોમાં આંસૂ છે
કોઈ પી જાય છે, કોઈ રડી લે છે. કોઈ સંઘરી રાખે છે
"થોડી ફરિયાદ કરી તો લઈએ!"
ઝંખે છે
સૂકાયેલાં ઝરણાં નદીઓને,
વેરાન નદીઓ સાગરને,
ઉતરેલો સાગર ભીના વાદળોને.
ખોળિયા વગરના હૈયાં - અને નામ વગરના સંબંધો
કોઈક ક્યાંક મળ્યું હતું, કોણ હતું, શું નામ હતું એ ખબર નથી,
આંખો મળી હતી, ચહેરા વાંચ્યા હતાં પણ ઓળખાણ આપી નહોતી.
જીવનના અંતિમ મુકામ તરફની યાત્રા
પૂર્વ જન્મોમાં હોંશે, હોંશે જે માંગ્યું હતું માનવજીવન, તે ઈશ્વરે આપ્યું.
આપણે આવ્યા, મોટા થયા, ભણી-ગણીને નોકરી-ધંધે લાગ્યા અને જીવનમાં સ્થાયી થયા.
જીવનના કિનારે આવીને ઊભા ત્યારે અનુભવ્યું કે જીવનની સંધ્યા રાત્રિ તરફ ઢળી રહી છે.
કર્યાં શ્રાદ્ધ અમે પિતૃઓના, પણ
અર્પણ અમારાં ઓછા પડ્યાં,
તર્પણ અમારાં ઓછા પડ્યાં.
પિતૃઓનું મહત્વ સમજાય છે ત્યારે આપણે એ સમયમાંથી પસાર થઇ રહ્યા હોઈએ છીએ જ્યાં સંસાર શરુ કરવાની ઉત્કન્ઠા, પોતાના મકાનમાં ઘર માંડવાની અભિલાષા, કામણગારી કાયાના કૌતૂકોની કુતુહલતા, નાનાકાઓને જન્મ આપીને નવી જવાબદારીઓ લેવાની ધગશ, અને આ બધા સ્થાનકોમાં ઠરેઠામ થયા પછી પોતાના પાછલા જીવનની સુરક્ષાની તૈયારીમાં ગુંથાઈ જવાની, બંધાઈ જવાની જવાબદારીમાં આપણે સહુ બહુ જ ઊંડા ઉતરી ગયા હોઈએ છીએ. એટલાં ઊંડાં કે આપણા પિતૃઓ હયાત હોય તો માત્ર એમની હયાતીની નોંધ જ આપણે લઇ શકતા હોઈએ છીએ. એ સિવાય વડીલોની શારીરિક, માનસિક, ભાવનાત્મક, જરૂરિયાતો સંતોષાયા વગરની રહી જતી હોય છે, એ ક્ષતિ પ્રત્યે આપણું ધ્યાન જ જતું નથી. પિતૃઓ જેમ જેમ વૃધ્ધત્વ તરફ પ્રયાણ કરતાં જાય તેમ વધુ અને વધુ શિથીલ અને શક્તિહીન એમના શરીર થતાં જાય છે; મન બાળક જેવું અધીરું થતું જાય છે.
{{commentsModel.comment}}