આશીર્વાદો અને નિસાસાઓની વનરાઈઓ માં

Feb 16, 2024 06:33 PM - Harish Panchal ('hriday')

1005


 

આપણે સહુ અત્યારે કળીયુગમાં જીવી રહ્યા છીએ. આ કારણે જીવનના ઘણા બધાં  મૂલ્યો અને એમના મહાત્મ્ય થી દૂર થઇ ગયા છીએ. આ લેખના શીર્ષકમાં ‘વનરાઈઓ’ નો ઉલ્લેખ છે. સામાન્ય જીવનમાં  હમેશાં સીધા, સપાટ રસ્તાઓ ઉપરની સફર નથી હોતી. જીવનના ઉતાર-ચઢાવ ઘણી વાર ‘વનમાંથી પસાર થતા હોય ’ એવી પ્રતીતિ કરાવતા રહે છે. વનમાં આપણા અંતર મનને હૂંફ પ્રદાન કરતો શીતળ છાંયડો પણ હોય છે અને માથું ફેરવી નાખે એવી, હેરાન-પરેશાન કરી નાખનારી સખત ગરમી પણ હોય છે. માનવ જીવનના રસ્તાઓ ઉપર આવાં વનો ફેલાયલાં હોવાની પ્રતીતિ અવારનવાર થતી જ રહે છે.

 

‘આશીર્વાદ’, ‘શ્રાપ’ અને ‘નિસાસા’ જેવા શબ્દો કદાચ માનવ જાતનો જન્મ થયો હશે ત્યારથી જ પ્રસ્થાપિત થયા હશે એમ માનવાને મન પ્રેરાય છે. રામાયણ અને મહાભારત વાંચ્યા પછી અને TV, DVD વગેરે માં જોયા પછી તો આ શબ્દોનું મહાત્મ્ય સમજવામાં ભાગ્યે જ કોઈને શંકા રહી હશે. આપણે કોઈને પણ માટે એવું કામ કરીએ જેના ફળ સ્વરૂપે એ વ્યક્તિને લાભ થાય અથવા એ કોઈ પણ જાતની તકલીફમાં હોય તો એમાંથી રાહત મળે ત્યારે કુદરતી રીતે જ એના હૈયામાં આપણે માટે એક કુણી લાગણી ઉદ્ભવતી હોય છે.  “મારે માટે જેણે પણ આ  સત્કાર્ય  કર્યું હોય ભગવાન એનું ભલું કરજો.” ભલે આ શબ્દો બોલાયા નહીં હોય છતાં આ મૌન શબ્દોમાં ગૂંથાયેલી ભાવનાની નોંધ ઈશ્વર લેતો હોય છે અને આપણા કર્મના ‘જમા-ખાતામાં’ પૂણ્ય ની  મૂડી ઉમેરતો  હોય છે. આ છે ‘આશીર્વાદ’.

 

વાત ત્યાં જ અટકતી નથી. અતિશય ઊંડી તકલીફ માં મૂકાયા હોય અથવા મૃત્યુ ના દરવાજા સુધી પહોંચી ગયેલા જીવોને જ્યારે આપણા સત્કાર્ય થી નવજીવન મળ્યું હોય, અથવા આપણા  કાર્યથી કોઈ બહોળા સમુદાય ને સાત્વિક લાભ થયો હોય અથવા જીવનદાન મળ્યું હોય ત્યારે આશીર્વાદની એક બહુ જ મોટી  વર્ષા આપણા ઉપર થતી હોય છે, અને એ પણ આપણા karmic account માં પૂણ્ય ના રૂપમાં જમા થઇ જતી હોય છે. આ ઉપરાંત પરમ પિતા ઈશ્વરની વહાલભરી  નજર પણ આપણા ઉપર કેન્દ્રિત થતી હોય છે.

 

આશીર્વાદના સંદર્ભમાં જ થોડા આગળ વધીને જોઈએ ત્યારે બીજી એક વાત ખ્યાલમાં આવે છે.  આપણી આજુબાજુ, આપણા સમાજમાં અથવા બહોળા માનવ સમાજમાં કોઈક સાત્વિક, દયાળુ, પરોપકારી, બીજાના દુ:ખે દુ:ખી થનાર અને બીજાના આનંદમાં પોતાનો આનંદ જોનાર એકાદી વ્યક્તિ સમાયેલી હોય છે. આવા લોકો બહુ સીધા, સાદા, શ્રધ્ધાળુ, નિર્લેપ, નિરાભિમાની અને નિરહંકારી હોય છે. મહદ અંશે આવા લોકો ઈશ્વરના મોકલેલા મસીહા – સંતો ના રૂપે આપણી વચ્ચે રહેતા હોય છે. એમનું કામ જ પોતાના સિવાય અન્ય લોકોનું અને માનવ સનુદાયનું કલ્યાણ કરતા રહેવાનું હોય છે. આવા ઊંચા લોકોનું ક્ષેમ કુશળ સામાન્ય રીતે ઈશ્વર પોતે સંભાળતા હોય છે. છતાં માનવ શરીરમાં હોવાના કારણે એમને પણ જીવન સાથે ગૂંથાયેલી શારીરિક, માનસિક, ભાવનાત્મક મુશ્કેલીઓ, યાતનાઓ અને વેદનાઓને ઝેલવી પડતી હોય છે. એમના કપરા સમયમાં જે લોકો એમને યાતનામાંથી બહાર કાઢીને રાહત આપે છે ત્યારે એવા સંતોના આશીર્વાદ ઉપરાંત ખુદ ઈશ્વરની કરુણા પણ એ કૃપાળુ લોકો ઉપર થતી હોય છે જેમણે એમના કઠિન  સમયમાં રાહત આપી હતી.

 

આવા આશીર્વાદના પૂણ્યકારી કર્મફળો જીવનને રચનાત્મક માર્ગે પ્રોત્સાહિત કરતા રહે છે.  આથી વિરુદ્ધ આપણે કોઈને દુ:ખી કર્યા હોય તો એમના  હૈયામાંથી નીકળેલા નિસાસા આપણા જીવનને નકારાત્મક અને હાનીકારક દિશામા ખેંચી  જતા હોય છે.  આપણે કરેલાં  કોઈ વિધાનો, કોઈની સાથે કરેલો ગેર-વર્તાવ, વિચાર, વાણી અથવા વર્તન દ્વારા બીજાઓને પહોંચાડેલાં દુ:ખ, હાની, નુકસાન, આઘાત, જેવી નકારાત્મક લાગણીઓ આહત પામેલા લોકોના હૈયામાંથી નિસાસા વહેતા મુકે છે.  જેમની લાગણીઓ દુભાઈ હોય અથવા જેમનું નુકસાન થયું હોય તેઓ ફરિયાદ કરે અથવા ગમ ખાઈને અપમાનનો ઘૂંટ ગળીને બેસી રહે છતાં એમના હૈયામાંથી ઉઠેલા નિસાસા પ્રતિશોધ લેવાનું ચૂકતા નથી હોતા.

 

ઈશ્વરે માનવોને જન્મ આપીને સમાજ રચના ની વ્યવસ્થા એ હેતુ થી કરેલી જેથી લોકો એકબીજા સાથે હળીમળીને સુખ-દુ:ખ ભરેલી જિંદગીનું સંચાલન સરળતાથી કરી શકે. જે એક પરિવારમાં ઘટતું હોય, જે તકલીફ હોય એને  બીજા પરિવારો સરભર કરી શકે. સમાજ રચના પાછળ પ્રત્યેક માનવને “આ દુનિયામાં મારું કોઈ છે, હું એકલો નથી” એવી ધરપત અને આશ્વાસન આપવાનો ઉદ્દેશ હતો. માનવજાત નું સર્જન કરીને, સહુને સારા કર્મો દ્વારા અને  ભાઈચારા વડે સાત્વિકતા ના  માર્ગે ચાલતા રહીને જીવનના ઉદ્દેશ તરફ પ્રેરિત કરવાનું ઈશ્વરનું  પ્રયોજન હતું.

 

લોકો રોજિંદા જીવનમાં અસંખ્ય કર્મો કરે છે અને એ કર્મોમાંથી આશીર્વાદો અને નિસાસાઓ જન્મ લેતા હોય છે. સમાજમાં બીજાઓ કરતાં પોતે ઊંચા છે, વધુ સમજુ છે, વધુ  સમૃધ્દ  છે, વધુ જ્ઞાની છે, પોતે બીજાઓ  કરતાં વધુ સન્માનીય છે એવી ભ્રામક માન્યતાઓ થી ભ્રમિત,  પોતાની મહત્તાને લોકો ઉપર ઠોકી બેસાડવામાં અને એ માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરવામાં જ મોટાભાગના લોકો અડધી ઉપર જિંદગી ખર્ચી નાખતા હોય છે.. “ખાલી ચણો વાગે ઘણો”, પોતાને  સર્વોપરી ત્યારે જ બતાવી શકાય જ્યારે પોતાના સિવાયના બીજા લોકો નીચા છે,  નાસમજ છે, પોતાનાથી ઉતરતા છે એવું સાબિત કરી શકાય. આ માટે જે પણ કરવું ઘટે તે કરવામાં કોઈ કસર બાકી નહીં રાખવી અને સમાજના  ઊંચા લોકોની ગણતરીમાં પોતાને ગોઠવી દેવા – આવી કૂટનીતિએ ઘણાની જિંદગીઓ બગાડી છે. અને આ બનાવટી, દંભી  રહેણી-કરણી માંથી જે ચરિત્રનું નિર્માણ થયું તેના વડે  સમાજના બીજા લોકો સાથે વ્યવહાર-વિસ્તારમાં વૈમનસ્ય ઊભું થવા પામ્યું . પોતે  ‘સન્માનીય’ છે એવી  છબી ચીતરવા બીજાઓને અપમાનિત કરવા માંડ્યા. પોતે શ્રીમંત હોય તો પોતાનું જીવન-ધોરણ ઊંચું અને રહેણી-કરણી ભભકાદાર દેખાય, એ માટે પાસે વધુ પૈસા જોઈએ. તો રાતોરાત શ્રીમંત થવા જે પણ ઉપાય અજમાવી શકાય એ અમલમાં મૂકવાનું શરુ કર્યું, પછી ભલે એ રસ્તાઓ ગેરકાયદે હોય. નફાખોરી કરવી અને  બીજા કોઈનું પચાવી પાડવું. એ જ એમના જીવનનો ઉદ્દેશ બની ને રહી ગયો. આવા લોકો સમાજ ને માટે શ્રાપ રૂપ બનતા આવ્યા છે, અને એમના વિચાર, વાણી અને વર્તન વડે બીજાઓના નિસાસાના ભોગ બનતા આવ્યા  છે. આવા  લોકો પોતાના કર્મો દ્વારા જેટલી ગંભીર અને ઊંડી ચોટ બીજાઓને પહોંચાડતા હોય એટલા જ ગંભીર અને ઊંડાં નિસાસા એમને લાગતા હોય છે. આ રીતે આશીર્વાદ અને નિસાસા એ બેઉ આપણે કરેલા કર્મો સાથે સીધી રીતે સંકળાયેલા છે.  જેવી રીતે સાચા દિલથી અપાયેલા આશીર્વાદ સાત્વિક અને કલ્યાણકારી અસર પહોંચાડ્યા વગર રહેતાં નથી, એવી જ રીતે આહત પામેલા લોકોના હૈયામાંથી ઉદ્દભવેલા નિસાસા, નકારાત્મક અને નાશવંત પરિણામ લાવ્યા વગર શમતા નથી.

 

આશીર્વાદ અને નિસાસા લોકોના વ્યવહારિક જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે એના ૧-૨  સચોટ દ્રષ્ટાંતો આપણે જોઈએ. લોકોએ આચરેલા કલ્યાણકારી અને હાનીકારક કર્મો માત્ર એકલ-દોકલ અથવા નાના  સમૂહને જ નહીં પણ સમગ્ર દેશને પોતાની ઝપટમાં લેવાની ક્ષમતા ધરાવતા  હોય છે. આપણા પડોશી દેશો  પાકિસ્તાન અને ચીન આ દિશામાં બહુ જ સચોટ દ્રષ્ટાંત પૂરાં પાડી શકે એમ છે.

 

પકિસ્તાન પોતાના હરીફ દેશ ભારતની ઉન્નતિ  અને દુનીયામાં  વધી રહેલી  પ્રતિષ્ઠા સહન નહી કરી  શકવાથી આતંકીઓ પાસે હુમલા કરાવવાને કારણે કેટલા નિર્દોષ સૈનીકો ના જાન જાય છે. એ નિર્દોષ સૈનીકોના નિસાસા એમને લાગ્યા વગર શમતા નથી. પણ આ વાત સમજી  શકવાની એમને અક્કલ નથી.

 

બીજા દેશો સાથે જોડતી પોતાના દેશની સીમા-રેખાને વધારીને બાજુના દેશોની જમીન દાદાગીરીથી હડપી લેવી, પોતાના દેશમાં બનાવેલી હલકી ગુણવત્તા ધરાવતી, રોજિંદા જીવન જરૂરિયાતોની વસ્તુઓને દુનિયાના દેશોમાં સસ્તા ભાવે વેચીને ત્યાંના નાના મોટા અને ઉગતા ઉદ્યોગોને પાયમાલ કરીને વ્યાપારિક ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ જમાવવું, જીવનના અલગ અલગ ક્ષેત્રમાં જરૂરી એપ્લીકેશન દુનિયાભરના દેશો ના લોકોના ફોનમાં પ્રોત્સાહિત કરીને રોજના કરોડોની કમાણી કરતા રહેવું  - આવી બધી હાનીકારક પ્રવૃત્તિઓ કેટલાં વર્ષોથી કરતુ આવ્યું છે. પણ આ વખતે એ હદ ત્યારે વટાવી ગયું જ્યારે બીજા દેશોને પાયમાલ કરવા એને હાનીકારક virus ની શોધ કરવામાં આખી દુનિયામાં આ virus ફેલાવી દીધો. પરિણામે કેટલા હજારો, લાખો નિર્દોષ લોકો માર્યા ગયા, એક બીજામાં આ virus ફેલાવતા રહ્યા, કેટલાઓની નોકરી ગઈ, ધંધાઓ બંધ થઇ ગયા, આવક બંધ થઇ ગઈ અને તે પણ એકાદ મહિના માટે નહીં, પણ અનિશ્ચિત મુદત માટે. લોકોને ખાવાના ફાંફા થઇ ગયા. અને આ ગંભીર સમસ્યાઓ દુનિયાના કેટલા બધા દેશોમાં ફરી વળી. આ પરથી આપણે અંદાજ બાંધી શકીએ કે ચીન ને કેટલા લાખો, કરોડો નિર્દોષ આત્માઓના નિસાસા લાગ્યા હશે આ રાક્ષશી અને નાલાયકી ગુંડાગીરી માત્ર એ દેશના મુર્ખ નેતાને કારણે.  આની સામે આપણા  દેશમાં લોકડાઊન  ને કારણે રોજી-રોટી ગુમાવી બેઠેલા ગરીબ મજૂરોને પાછા પોતાના ઘરે પહોંચાડવા ફિલ્મી ક્લાકાર સોનુ સૂદે કેટલી બધી બસો ભાડે કરીને પોતાના પૈસે એમને સારી રીતે પોત પોતાને ઘરે પહોંચાડ્યા.. એ મજૂરો અને એમના પરિવારોએ આ કલાકારને કેટલા બધા આશીર્વાદ આપ્યા હશે !

 

ઘણા બેફીકર લોકો બહાદૂરીમાં બોલતા હોય છે : “અમે આશીર્વાદ – નિસાસાઓની  ફિકર નથી કરતા. જે સમયે જે કરવું અમને યોગ્ય લાગે તે  કરીએ છીએ..” પણ આવા લોકો ભૂલી જાય છે કે જીવનની સફરમાં કરેલા વિચારો અને એમના આધારે એમણે  કરેલાં કર્મો જ આગળ ઉપરના જીવનનો પાયો નાંખતા  હોય છે. તો આ વાંચ્યા પછી આપણે સહુ મનમાં એક સિધ્ધાંત પ્રસ્થાપિત  કરીએ કે શક્ય હોય ત્યાં  સુધી લોકોના આશીર્વાદ લેવાના પ્રયત્નો કરીએ. આશીર્વાદ નહીં  લઇ શકાય તો ભલે, પણ કોઈના નિસાસા તો ભૂલે ચૂકે પણ નહીં લઈએ.”   આ સિધ્ધાંત ધ્યાનમાં રાખીને જીવતાં જઈએ તો પછી કોઈ પણ જન્મ માં સફરે નીકળ્યા હોઈએ તો વનરાઈઓ માં થી પસાર થતી વખતે પશ્ચાતાપ ના અગ્નિ ની ગરમી સહન નહીં કરવી પડે. કારણ કે પૂર્વે કરેલાં સત્કર્મો ના પૂણ્ય ની હૂંફ આપણી  સફરમાં આપણને શાતા પહોંચાડી રહી હશે.

દિવસો જુદાઈના જાય છે

Feb 16, 2024 08:21 PM - Harish Panchal

જન્મ્યાં હતાં આપણે ત્યારે હતાં કેટલાં ઉમંગો દિલમાં,

પણ જીવતાં ગયા જેમ, જેમ તેમ ગાયબ ઉમંગો થતાં ગયાં. 

શું થાય છે, શું ખૂટે છે, શાનું દુ:ખ છે કોઈને  સમજાવી ન શક્યા,

માત્ર એક કવિ, ગઝલકાર જ કરી શકે બયાન દુ:ખો જીવનના.

926

Read more

મળ્યો નિચોડ આપણા જન્મોનો

Feb 16, 2024 09:17 PM - Harish Panchal

રવીઅથવા સોમતો કદીક ગુરુ અથવા શુક્રઆમ જ આપણે અહીં આવતા રહ્યા,

આગળ-પાછળના આવા જ કોઈ ક્રમમાં જીવતા રહ્યા,

શરીરથી વિખુટા, મર્યા પછી થતા રહ્યાઅને ફરી પાછા આવતા રહ્યા.

શરીરોની આ આવન-જાવન, અને એ બે વચ્ચે દેહ વગરના અજ્ઞાતવાસ,

1036

Read more

કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?

ગઝલોમાંથી નીતરે  છે ગમગીનીઓ શાને ?

ભાગ ૨

Feb 16, 2024 05:37 PM - Harish Panchal ('hriday')

જીવાડે પ્રેમથી એવું તો કોઈ ક્યાં મળે, ‘બેફામ?

કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતા.

 

રડ્યા ‘બેફામ સહુ મારા મરણ ઉપર એ જ કારણથી.

હતો મારો જ એ અવસર, ને મારી હાજરી નહોતી.

729

Read more

અમે ચાલતા રહ્યા, આ જીવનના એકાંત રસ્તાઓ ઉપર

Feb 16, 2024 09:00 PM - Harish Panchal

જીવનના આ રસ્તાઓ ઉપર આપણે સહુ એકલા જ છીએ.

જન્મેલા ત્યારે એકલા જ આ દુનિયામાં આવેલા.

માતા-પિતા, ભાઈ- બહેનોએ મોટા કરીને, ભણાવી- ગણાવીને પરણાવેલા.

918

Read more

યશોદા આજે પણ જીવે છે

Oct 06, 2019 10:54 PM - Harish Panchal

આપણે જાણીએ છીએ કે કૃષ્ણ જીવે છેઆપણા અંતરનાં ઊંડાણમાં ઝાંકીને આપણે જોયું નથી ત્યાં સુધી માનીએ  છીએ કે કૃષ્ણ આપણી આસપાસ  ક્યાંક છેકેટલાં  જન્મોથી એને શોધવા કેટલાં મંદિરના પગથિયાં આપણે ચઢતા રહ્યાકેટલી  મૂર્તિઓના પગે માથું ટેકવીફળફૂલદૂધ અને વિવિધ પ્રકારના અર્ધ્ય અર્પતા રહ્યા.

1504

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.