03. ઊઠ્યા તેઓ ઉપર એટલું, કદ અમારું દીસે વામણું

 

(આ પ્રકરણ અંગે થોડું જાણીએ)

 

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at  hridaysparsh17@gmail.com

Aug 02, 2022 04:25 PM - હરીશ પંચાલ 'હૃદય'

203


મીરાં: "આશુ, બેસ અહીં. હું અને શ્રુતિ કોઈક વાર અહીં આવીને બેસતા હોઈએ છીએ. ચોમાસામાં બહાર, પ્રકૃતિનું દ્રશ્ય બહુ રળિયામણું લાગે છે.

ઉપરની અટારીમાં ઊભા રહીને બહારનું દ્રશ્ય સાહજિક રીતે જ મનોરમ્ય લાગતું હતું. પણ મારી મનોવ્યથાએ  અને મારે ઘરે જવાની અધીરાઈએ  પ્રાકૃતિક સૌંદર્યની અને મીરાં દ્વારા ઉચ્ચારાયેલા એની સરાહનાના શબ્દોની કદર કરવાના વિવેકને પણ વિસારી દીધો હતો.  મારા મ્હોંમાંથી માત્ર એક જ પ્રશ્ન નીકળ્યો:

"મીરાં, આપણે કાલે ચોક્કસ મારે ઘરે જઈશું ને? મારું મન બહુ અધીરું થઈ રહ્યું છે."

મીરાં : "હું સમજું છું, આશુ. મેં સુમિને બધી સૂચનાઓ આપી જ દીધી છે એ તેં સાંભળી તો હશે  .  શ્રુતિ આવે એટલી વાર છે. જમીને પછી ત્યાં જવાની જ તૈયારી હાથમાં લઈશું. બહુ બધી તૈયારી નથી કરવાની. એટલે વાર નહીં લાગે."

.....................

 

માત્ર એક રાતનો સવાલ હતો. મારા મનમાં મારે ઘરે જવાની જે વિહ્વળતા ઉદ્ભવી રહી  હતી તે  એક રીતે સ્વાભાવિક  હતી છતાં મારુ અંત:કરણ મારો જ વાંક શોધી રહ્યું હતું.  હું અહીં, આ બધાને છોડીને શા માટે ગયો હતો?” એ પ્રશ્ને તો છેલ્લા ૩૫ વર્ષોમાં અસંખ્ય વખત મારા મનને કોરી ખાધું હતું.  ગયો તો ગયો,  છતાં બા-બાપુજીની હયાતીમાં એક વખત પણ  એમને મળવા નહીં આવ્યો.  મારી એટલી બધી તુમાખી ક્ષમાને પાત્ર હતી?  મેં પત્રો લખીને એમની સાથે સંપર્ક રાખવાનો પ્રયત્ન સુધ્ધાં નહોતો કર્યો. આજે જયારે તેઓ રહ્યા નથી ત્યારે એટલા મોટા ખાલી પડેલા ઘરમાં જવાની અધીરાઈ શા કારણે અનુભવાય છે એ હું પોતે નક્કી નહોતો કરી શકતો.

વરંડાની બેઉ ખુરશીઓ બાજુ, બાજુમાં  મૂકીને હું અને મીરાં બેઠાં હતાં. મારી તરફ જોઈને મીરાંએ  પૂછ્યું: "વળી પાછો શું વિચારમાં પડ્યો, આશુ?"

હું: "મારા મનમાં  હમણાં એટલા બધા વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું છે કે ક્યારે કયો વિચાર મને વધુ વ્યાકુળ કરી રહ્યો છે એ હું જ નક્કી નથી કરી શકતો. પણ તારે માટે એક પ્રશ્ન રહી-રહીને મારા મનમાં ઊઠ્યા કરે છે. થોડો સમય પહેલાં આપણે નીચે ઝાંપામાં બેઠા હતા ત્યારે તેં મને કહ્યું કે તારા અને મારા જીવનના સમીકરણોને ખ્યાલમાં રાખતાં આદર્શ પરિસ્થિતિ એ હોત કે હું મારી પત્ની સાથે અહીં આવ્યો હોત અને ખુશાલીમાં તેં આખું ઘર શણગાર્યું હોત!" આટલું મોટું વિધાન તું કેવી રીતે કરી શકી? - એ જાણ્યા અને અનુભવ્યા છતાં પણ કે તને છોડી જનાર, તારી આખી જિંદગી ઉજાડનાર હું હતો! તારાં અને મારા જીવનના એ કયાં સમીકરણો  હતાં? મેં તને આટલો મોટો અન્યાય કર્યો એ પછી પણ, એ બધું ભૂલીને મારી પત્ની સાથેના મારા લગ્નની ખુશાલીમાં તારું ઘર તું કઈ રીતે શણગારી શકી હોત? લાગણી અને ક્ષમાની આટલી ઊંચી વિશાળતા તો કોઈ સંત આત્મામાં જ ઉદ્ભવી શકે!

.....................

 

મારા વિહ્વળ હૈયામાં ઊઠેલા આટલા બધા અટપટા પ્રશ્નોને એક શ્વાસે પૂછીને હું એક  કુતૂહલપૂર્ણ  દ્રષ્ટિથી મીરાંના પ્રત્યુત્તરની આશામાં એની સામે મીટ માંડીને જોઈ રહ્યો. 

આવા ઊંડા અને અટપટા પ્રશ્નોની આશા મારી પાસે મીરાંએ નહીં રાખી હોય એવા ભાવ હું એના હેરતભર્યા ચહેરા ઉપર જોઈ શક્યો. જવાબ આપવા પહેલાં એ થોડી વાર થોભી. હેરત ઉપરાંત કોઈ વિસરાયેલા દુ:ખની છાયા એના ચહેરા પર ફરી વળતી હું જોઈ શક્યો. મારી બાજુમાંથી એની ખુરશી ઉપાડીને, મારી સામે મૂકીને એ બેઠી. એ ગંભીર થઈ ગઈ હતી. મારી આંખોમાં આંખો પરોવીને એ બોલી:

"ઓહ, આશુ, આ બધા પ્રશ્નો તેં પૂછ્યા નહીં હોત તો સારું હતું. મારા જીવનની કિતાબ મેં ખુલ્લી રાખી છે, જેમાં કોઈનાથી કઈં પણ છુપાવવા જેવું નથી. અને તારાથી તો કઈં જ છુપાવવાનું નથી. પણ જીવનનો અમુક ભૂતકાળ એવો હોય છે જેને સ્મરણપટના ઊંડાણમાંથી ઊખેડીને, દફનાવી દેવો એ જ એક માત્ર ઉચિત પર્યાય બની રહેતો હોય છે.  જીવનની સફરમાં અમુક તબક્કાઓ એવા આવે છે જેમાં માઈલો અને માઈલો સુધી પથરાયેલા દુ:ખના કાંટાળા રસ્તાઓ ઉપર જ ચાલવાનું આવે છે. આ રસ્તાઓ ક્યારે અને ક્યાં પુરા થશે એના કોઈ એંધાણ નથી હોતાં. સફરના આ  લાંબા રસ્તાઓ પર ચાલતા રહ્યા હોઈએ એ પછી આપણા જીવનનો શું મકસદ હતો,  ક્યાં જવા નીકળ્યા હતા  એ બઘી  જ્ઞાનની  વાતો મગજમાંથી અદ્રશ્ય થઈ ગયેલી અનુભવાતી હોય છે.”

“આશુ, વર્ષો પહેલાં કોઈને પણ કહ્યા વગર તું અમને બધાને છોડીને ચાલી ગયો એ પછી હું આવા કાંટાળા રસ્તાઓ પરથી ચાલી છું. એ સફર એટલી લાંબી હતી કે હું ક્યાં જાઉં છું, શું કરું છું,  શા માટે કરું છું, એ કઈં સૂઝતું નહોતું. ચારે તરફ ગાઢ અંધકાર જ દેખાતો હતો. એ અંધકારમાંથી બહાર આવીને જીવનના રચનાત્મક રસ્તાઓ પર ચાલી શકું અને ચાલતી રહી શકું એ માટે મારે એટલું બધું ઝઝૂમવું પડ્યું કે મારા જીવનમાં ક્યારે પરિવર્તન આવ્યું એની મને ખબર પણ રહી નહીં.”

"જેની સાથે હૈયાં મળેલાં હોય એને જીવનસાથી બનાવીને સંસારના રસ્તાઓ પર ચાલવાના સ્વપ્નો જુવાનીમાં ભલે આપણે જોયાં હોય પણ હકીકતમાં જીવન કોની સાથે વીતાવવું એ પૂર્વજન્મોની લેણાદેણી અને એક બીજા પ્રત્યેના કર્મ-બંધનો ઉપર નિર્ભર થતું હોય છે. આપણે ગમે તેટલું  ઈચ્છીએ પણ જે આપણું ન હોય તેં આપણને મળતું નથી. દુનિયાના આ રસ્તાઓ ઉપર ગમે તેટલાં વર્ષો, ગમે તેટલા માઈલો સાથે ચાલ્યા હોઈએ પણ જીવનના કોઈક મોડ પર એવો વળાંક આવે છે જ્યાં રસ્તા ફંટાઈ જાય છે અને વર્ષોનો સાથ છૂટી જાય છે. આ છૂટી જવાનો આઘાત એટલો ઊંડો હોય છે કે પછીના જીવનનો આખો રાહ સદંતર બદલાઈ જાય છે. પછી જીવનમાં જે અધૂરપ, જે ખાલીપણું સર્જાય છે એનાથી સંપૂર્ણ જીવનની દિશા બદલાઈ જાય છે. જેઓ એકલતાને સહન નથી કરી શકતા તેઓ કોઈ પણ પાત્ર શોધીને નવું  જીવન શરુ કરે છે. તે વખતે એમના જીવનનાં સમીકરણો બદલાઈ જાય છે. એમના વિચારો તેમ જ એમનો વ્યવહાર બદલાઈ જાય છે. જેમને પોતાના માન્યા હોય તેઓ લાગણી અને સ્નેહના સંબંધો તોડીને દૂર થઈ જાય છે ત્યારે એના આઘાતથી સૂનમૂન થઈ જનારા લોકોમાંથી કોઈક એવા પણ હોય છે જે પોતાની એકલતાને પચાવીને એમની વેદનાથી ઉપર ઊઠવા ઈશ્વરનું શરણ લે છે. શરણે આવેલા પોતાના બાળકોને ઈશ્વર જયારે એમની કરુણાની છાયામાં લે  છે  ત્યારે એ શરણાર્થીઓના સમીકરણો પણ બદલાય છે. પછી જીવનનો  ઉદ્દેશ બદલાયો  હોવાની અનુભૂતિ થાય છે. સમાજના સંતપ્ત અને પીડિત લોકોની સેવામાં બાકીનું જીવન વિતાવવાની ખેવના મનમાંથી જાગૃત થાય છે. આપણું જીવન બીજાઓને માટે છે એવું અનુભવાય છે. "

આશુ, મારી જાતને આ સાંચામાં ઢાળવા માટે મને ઘણા વર્ષો લાગેલાં. આ વર્ષોમાં રાત અને દિવસ હું મારી જાતને ઈશ્વરના સાન્નિધ્યમાં મહેસૂસ કરતી. કોઈ વાર એવો અહેસાસ થતો જાણે ઈશ્વર મારી સાથે જ ચાલી રહ્યો હોય. પછી સમય વીતતો ગયો અને મારા બદલાયેલા જીવનના રસ્તાઓ પર હું આગળ અને આગળ વધતી રહી. મારી નવી સફરના એક મોડ પર ઈશ્વરે મને એવા મુકામ પર લાવીને મૂકી જ્યાં માનજીવનમાં ગૂંથાયેલી  ભૌતિકતા, માન્યતાઓ, વ્યવહારગત રૂઢિઓ, ખોટી લાગણીઓ, આડંબરો અને ઔપચારિકતા જેવાં તત્વો અર્થહીન અને ક્ષુલ્લક હોવાની સમજ મારામાં ઉદ્ભવી. આ બધાં તત્વો સમય જતાં સાહજિક રીતે જ મારા જીવન વ્યવ્હારમાંથી અદ્રશ્ય થતાં ગયેલાં. વેદાંતના અભ્યાસમાં ઊંડા ઉતરીને મનુષ્ય જીવનમાં ઈશ્વર સાથેની કડીને સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારે જઈને એ સમજાયું કે આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે, અહીં આપણું શું પ્રયોજન છે, શું કરવાનું છે, આ જગતમાં ઈશ્વર સિવાય બાકીનું બધું જ અ-સત છે, માત્ર ઈશ્વર જ સત છે, સત્ય છે. મનુષ્યસેવા એ જ સાચી ઈશ્વર-સેવા છે. મારી આ સફર દરમ્યાન મેં અનુભવ્યું કે મારામાં એક ઊંડી ત્યાગભાવના જન્મી ચુકી હતી.

હું અવાક થઈને મીરાંને બોલતી સાંભળી રહ્યો હતો. એનું દરેક વાક્ય મારા હૈયા સોંસરું નીકળી ગયું હતું. એના શબ્દોમાંથી જીવનના આધ્યાત્મિક મૂલ્યોની પરિભાષા વહી રહી હતી. જીવનના મૂલ્યોની વ્યાખ્યા એ મને સમજાવી ચૂકી હતી. પોતાના વ્યક્તિત્વને  કેટલી ઊંચાઈ પર લઈ ગઈ હતી એ!  મેં એની આશાભરી જંદગીને વેર-વિખેર કરી નાખી હતી. છતાં એના હૈયામાં, વાણીમાં, અને વર્તનમાં કોઈ ફરિયાદ નહોતી,  મનમાં કોઈ કટુતા નહોતી, વૈમનસ્ય નહોતું. પોતાના પ્રિય પાત્રને ગુમાવી દેવાની વેદનાનો જરા સરખો પણ અણસાર નહોતો. વર્ષો પહેલાં હું જ એની  લાગણીઓને કચડીને ગયો હતો, છતાં હૈયું વિશાળ રાખીને આટલી સાહજિક  રીતે મારી સાથે કેવી રીતે એ લાગણી વંહેચી શકતી હશે? મારી હાલની માનસિક હાલતમાં આ બધું પચાવવું મુશ્કેલ હતું. મારી બાળસખા માનવતાની અને નિ:સ્વાર્થ પ્રેમભાવની દુનિયામાં કેટલી  ઊંચાઈ પ્રાપ્ત કરીને બેઠી હતી, જયારે હું એની સામે  કેટલો નીચે રહી ગયો હતો!

.....................

 

સૂચના આપીને મીરાં નીચે, રસોડામાં ગઈ અને હું પલંગ પર જઈને બેઠો. રૂમમાં પ્રસરી રહેલી સરસ મઝાની પવનની લહેરખીઓ રૂમના વાતાવરણને ખુશનુમા બનાવી રહી હતી. પલંગની સામેની બેઉ બારીઓ ખુલ્લી હતી. એ બારીઓમાંથી મુક્તપણે થઈ રહેલી હવાની અવરજવર મારા મનમાં પણ તાજગીનો અહેસાસ કરાવતી જતી હતી. પલંગ પરથી ઉઠીને હું બારી પાસે જઈને ઊભો રહ્યો. સંધ્યા પણ આથમી રહી હતી. આથમતી એ પળોમાં પણ બહાર પ્રકૃતિ કેટલી શાંત અને સૌમ્ય હતી. નીચે શેરીમાથી ૧૫-૧૬ વર્ષનો એક બાળક ગાયો અને વાછરડાઓના એક ધણને એમના સ્થાનકે લઈ જઈ રહ્યો હતો. એ પોતે ગાયોના ધણની પાછળ ચાલતો હોવા છતાં ગાયો અને એમના વાછરડાઓ  બહુ જ શિસ્તબદ્ધ રીતે, શાંતિ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા હતા,  કેમ જાણે એમને પોતાના ઘરનો રસ્તો ખબર હોય! એ જઈ રહેલી ગાયોના ઝૂંડને જોઈને એમ લાગતું હતું જાણે એમને કોઈ ફરિયાદ જ ન હોય! અને હોય તો પણ આંસુઓ સિવાય અને ભાંભરવા સિવાય એમની વ્યથાને અભિવ્યક્ત કરવાની કોઈ ભાષા એમને પ્રાપ્ત નહોતી. જયારે ઘરની દીવાલની આ બાજુ મને ફરિયાદો ઘણી હતી, વ્યથાઓ પણ ઘણી હતી, જેને હું વ્યક્ત કરી શકતો હતો પણ સહન નહોતો કરી શકતો. ફરિયાદી પણ હું જ હતો અને આરોપી પણ હું જ હતો. ફરિયાદ કરતે તો પણ કોને? મારા જીવનની પરિસ્થિતિ મેં પોતે જ ઊભી કરેલી હતી. એ ગાયો-ગોવાળિયાને પોતાના ઘર હતાં. પણ હું જેને 'મારુ' કહી શકું એ ઘર ક્યાં હતું?  જે હતું એને ' મારું' કહેવાનો અધિકાર મેં પોતે જ ગુમાવી દીધો હતો. જે ઘરને વર્ષો પહેલાં છોડીને હું નીકળી ગયો હતો તેમા 'મારુ'  હવે કોઈ રહયું નહોતું. વિદેશ ગયા પછી જેની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને ઘર વસાવ્યું હતું તે સ્વર્ગે સિધાવી હતી. એ ઘર પણ હવે ક્યાં રહયું હતું? નાનપણથી જેની સાથે રમીને મોટો થયો હતો, સ્કૂલ અને કોલેજ સુધી જેની સાથે મિત્રતા નિભાવી હતી, હૈયાના મૌન આકાશમાં ઊંડે, ઊંડે જેની સાથે આખું જીવન વિતાવવાની એક અવ્યક્ત ઝંખના સેવી હતી એને કઈં પણ કહ્યા વગર, એની લાગણીને ઠોકરે મારીને વર્ષો પહેલાં હું એને છોડીને ચાલી ગયો હતો. આજે એના જ ઘરમાં હું એક અનાથ અતિથિ હતો. મારા જ અંત:કરણના ઊંડાણમાં હું મારું સ્થાન શોધી રહ્યો હતો.

કલ્પના પણ નહીં કરેલી એટલી ઊંચાઈએ પહોંચેલી પોતાની બાળસખાના વિરહની   

વેદના કેટલી ઊંડી હશે એ જાણવા આખી નવલકથા જ વાંચવી પડે ને ?

 

02. એમને વેદનાના અમે પાયાં'તાં વિષ, તો'ય એમણે આપી અમને હૈયાની પ્રીત!

 (આ પ્રકરણ અંગે થોડું જાણીએ)

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at  hridaysparsh17@gmail.com

Aug 02, 2022 04:21 PM - હરીશ પંચાલ ‘હૃદય’

૩૫ વર્ષો !’ જીવનનો કેટલો લાંબો ગાળો હતો એ! અને કેટલો મહત્ત્વપૂર્ણ ! જે વર્ષોમાં હૈયામાં ઉમંગો તરવરતાં હોય, જુવાનીનું જોશ હોય, નાનપણથી અંતરના ઊંડાણમાં સંઘરી રાખેલી મહત્ત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાની તમ્મના હોય, એમને ફળીભૂત કરવા માટે જે નિર્ણયો અને કાર્યો  નિર્ધારી રાખ્યાં હોય, એ બધાં સ્વપ્નોને, એ ઈચ્છાઓને યુવાનીમાં સાકાર થતાં જોવાનો - એનો આનંદ માણવાનો જે યુગ હોય એ યુગ વીતી ગયો હતો. મીરાંએ પણ એના પ્રેમાળ હૈયામાં ઊંચા મનોરથો સેવ્યા હતા, કેટલી મહત્ત્વની યોજનાઓ વિચારી રાખી હતી, ભવિષ્ય માટે. એ યોજનાઓને અમલમાં મૂકવાનો સમય બહુ દૂર નહોતો. પણ જેની સાથે, જેના સહારા વડે એ યોજના પાર પાડવાની હતી, જે એના જીવનનું સુકાન સંભાળવાનો હતો એ સુકાની છેલ્લી ઘડીએ એને મૂકીને ચાલી ગયો હતો. એ બેદરકાર, બેજવાબદાર અને અવિચારી સુકાની હું જ હતો. 

231

Read more

ચાલો આપણી યાત્રા આરંભ કરીએ

Jul 26, 2022 09:18 PM - હરીશ પંચાલ ‘હૃદય’

માનવ સંબંધોમાં અનુભવાતા ઉતાર-ચઢાવ, આશા – નિરાશા, સુખ-દુ:ખ વગેરેનાં વિરોધાભાસી સંવેદનો વચ્ચેથી પસાર થતાં રસ્તાઓ પરની સફર દરમ્યાન મનમાં કેટલાં ય પ્રશ્નો ઉઠતા રહે છે જેના જવાબ આપણા અનુભવોમાંથી જ શોધવા પડે છે.

224

Read more

01. માતૃભૂમિની વિસરાયેલી શેરીઓમાં

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at hridaysparsh17@gmail.com

 

Aug 02, 2022 01:02 PM - હરીશ પંચાલ 'હૃદય'

“ત્રણ દાયકા પછી આ ધરતીની માટી પર પગ મૂકું છું. હૈયામાં સુષુપ્ત થઈને સૂતેલાં સ્પંદનો ખબર નહીં કેમ, કોઈ અવર્ણનીય બેચેનીથી જાગૃત થઈ રહયાં છે.    ધરતી પર મેં પહેલો  શ્વાસ લીધો હતો. મારું પહેલું  રુદન આ ધરતીએ સાંભળ્યું  હતું. આ જ ગામની ગલીઓમાં મારું નિર્દોષ બાળપણ વીત્યું હતું. જેમની સાથે રમતાં, લડતાં - ઝઘડતાં બાળપણની મસ્તીઓ માણી હતી તેઓ બધાં ક્યાં હશે, કોને ખબર!  એમના બાલ્યાવસ્થાના ચહેરા હજી મને યાદ છે. પણ ૩૫ વર્ષો પછી સામે મળે તો તેમને હું કેવી રીતે ઓળખી શકવાનો હતો?  ઈશ્વરની કૃપા થાય અને એવું કોઈ મળે જે મને ઓળખી શકે અને હું એને ઓળખી શકું, તો કેવું સારું ! કોઈ જ ન મળે તો પણ આ ગામની શેરીઓ, અથવા ગામના ચોરાઓ, કોઈના તો એંધાણ દેશે ને ? છેલ્લા ૩૫ વર્ષોમાં રસ્તાઓ એટલા બધા તો બદલાઈ નહીં ગયા હોય કે મને મારું ઘર જ ન મળે !”

254

Read more

04.  'અતીતની ગલીઓમાં'  -  મીરાં ની કલમે

(આ પ્રકરણ અંગે થોડું જાણીએ)

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at  hridaysparsh17@gmail.com

Sep 10, 2022 12:33 AM - હરીશ પંચાલ 'હૃદય'

જીવનસાથીને ગુમાવ્યા ઉપરાંત, વર્ષો પહેલાં એની ગેરહાજરીમાં સ્વર્ગે સિધાવેલાં એનાં બા-બાપુજીના અવસાનના આઘાતની પ્રત્યક્ષ અનુભૂતિ એને આવતીકાલે થવાની છે. એકલો પડેલો એ દુ:ખિયારો જીવ - મારો નાનપણનો બાળસખા આ આઘાતને કઈ રીતે લેશે એ વિચારે મને અજંપો મહેસૂસ થઈ રહ્યો હતો. એમાં મારી પણ પરીક્ષા થવાની હતી: "હું એને હૈયાધારણ આપીને એની વેદનાને શાંત કરી શકીશ કે નહીં? પોતાના આકરા નિર્ણય માટે પશ્ચાત્તાપની જે આગ એના અંતરમાં ઊઠી રહી હશે એમાંથી હું એને બહાર કાઢી શકીશ કે નહીં?.." આ બધા વિચારોમાં હું અટવાયેલી  હતી ત્યાં જ શ્રુતિએ મારી તરફ પડખું ફેરવ્યું અને એની સાથે એનો જમણો હાથ મારા શરીર પર આવ્યો. મને રોજ ડાબે પડખે ફરીને સૂવાની ટેવ હતી. પણ અત્યારે પડખું ફેરવવામાં શ્રુતિ જાગી જાય એની મને ચિંતા હતી. આજે કેટલાય મહિનાઓ પછી એ મારી બાજુમાં સૂતી હતી. “મા બાજુમાં હોય ત્યારે બધી જ દીકરીઓ વાત્સલ્ય અનુભવવા આ રીતે સૂતી હશે?

211

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.