02. એમને વેદનાના અમે પાયાં'તાં વિષ, તો'ય એમણે આપી અમને હૈયાની પ્રીત!

 (આ પ્રકરણ અંગે થોડું જાણીએ)

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at  hridaysparsh17@gmail.com

Aug 02, 2022 04:21 PM - હરીશ પંચાલ ‘હૃદય’

230


૩૫ વર્ષો !’ જીવનનો કેટલો લાંબો ગાળો હતો એ! અને કેટલો મહત્ત્વપૂર્ણ ! જે વર્ષોમાં હૈયામાં ઉમંગો તરવરતાં હોય, જુવાનીનું જોશ હોય, નાનપણથી અંતરના ઊંડાણમાં સંઘરી રાખેલી મહત્ત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાની તમ્મના હોય, એમને ફળીભૂત કરવા માટે જે નિર્ણયો અને કાર્યો  નિર્ધારી રાખ્યાં હોય, એ બધાં સ્વપ્નોને, એ ઈચ્છાઓને યુવાનીમાં સાકાર થતાં જોવાનો - એનો આનંદ માણવાનો જે યુગ હોય એ યુગ વીતી ગયો હતો. મીરાંએ પણ એના પ્રેમાળ હૈયામાં ઊંચા મનોરથો સેવ્યા હતા, કેટલી મહત્ત્વની યોજનાઓ વિચારી રાખી હતી, ભવિષ્ય માટે. એ યોજનાઓને અમલમાં મૂકવાનો સમય બહુ દૂર નહોતો. પણ જેની સાથે, જેના સહારા વડે એ યોજના પાર પાડવાની હતી, જે એના જીવનનું સુકાન સંભાળવાનો હતો એ સુકાની છેલ્લી ઘડીએ એને મૂકીને ચાલી ગયો હતો. એ બેદરકાર, બેજવાબદાર અને અવિચારી સુકાની હું જ હતો. મારાં પણ અરમાનો હતાં. નાનપણની નિર્દોષ મસ્તી અને અડપલાંથી માંડીને યુવાન વયની પરિપક્વ અને નિ:સ્વાર્થ  લાગણી જેણે મને આપી હતી. મારા દોષો, મારો ગુસ્સો, મારા ગુણો, અવગુણો જાણ્યા છતાં પણ એના જીવનમાં મને ભાગીદાર બનાવવાની ઉદારતા જેણે દાખવી હતી એ મીરાં સાથે મારા સંસાર-રથની  યાત્રા હું શરુ કરવાનો હતો. ન્યાતની જ કોઈ છોકરી સાથે મારાં લગ્ન કરાવવાનો મારા પિતાનો હઠાગ્રહ આડે નહીં આવ્યો હોત તો મીરાંની અને મારી જીવનયાત્રા સંસારના સોનેરી માર્ગો ઉપરની, ૩૫ વર્ષો લાંબી, એક આહલાદ્ક સફર બની રહી શકી હોત. બે મળેલાં હૈયાં એક-બીજા સાથે જોડાવાં પહેલાં જ અલગ થઈ ગયેલાં, એની વેદના મીરાંએ  કેવી રીતે સહી હશે?"  વર્ષો પહેલાંની આ બધી ઘટનાઓની વિચારમાળામાં હું પરોવાયેલો હતો, ત્યાં શાવરમાંથી ઠંડુ પાણી આવવા લાગ્યું . શરીર પર પડતા ઠંડા પાણીએ વિચારોના પ્રવાહમાં તણાઈ રહેલા મારા મનને રોકયું. મેં શાવર બંધ કર્યો. પાણીનો અવાજ બંધ થવાની સાથે બાથરૂમની બહાર કોઈ મને બોલાવી રહયું હોય એવું સંભળાયું.    

એ મીરાં હતી. "આશુ, નાસ્તો થઈ ગયો છે. તને વાર લાગશે?"

…………………

 

હું વિચારતો રહ્યો: "આ એ જ મીરાં છે જેની સાથે મારી Residency પૂરી થયા પછી હું લગ્નગ્રંથિથી જોડાવાનો હતો. આ એ જ મીરાં છે જેને કઈં પણ કહયા વગર ત્રણ દાયકા પહેલાં હું એનાથી દૂર થઈ ગયો હતો. આ એ જ મીરાં છે જેને આટલાં બધાં વર્ષોમાં એક પત્ર તો શું એક નાનકડી ચિઠ્ઠી પણ મેં નહોતી મોકલી. ૩૫ વર્ષોના એક લાંબા સમય પછી આજે આવીને એની સામે બેઠો છું, છતાં એના વર્તનમાં, શબ્દોમાં અને એના ચહેરા પર ગુસ્સાની એક ઝલક પણ દેખાતી નથી. એટલું જ નહીં, એની વાણીમાંથી, એના શબ્દોમાંથી મમતા ટપકી રહી છે. ગુસ્સા-નિરાશાની વાત તો દૂર રહી, એની આંખોમાંથી નીતરતી લાગણી મારા વ્યાકુળ મનને શાતા આપી રહી છે. નવાઈની વાત એ છે કે મીરાંએ હજી મને કોઈ પ્રશ્નો નથી પૂછ્યા, કે નથી તો વીતેલાં વર્ષોનો કોઈ હિસાબ મારી પાસે માંગ્યો! શું એણે મને માફ કરી દીધો હશે? એનું હૈયું કેટલું વિશાળ હશે?"

જો, તું પાછો વિચારોમાં ખોવાઈ ગયો! આશુ, હું તારી સામે બેઠી છું તો ય તું ક્યાં ખોવાઈ જાય છે? તને યાદ છે, આપણે નાના હતા એ વર્ષોમાં ગુસ્સામાં હોય ત્યારે તું ખાતો નહોતો! હું કોળિયો તારા મ્હોમાં મૂકીને તને ખવડાવતી! શરૂઆતમાં તું મારા હાથ પર મારતો, પણ ત્રણ-ચાર વખત કોળિયા ફગાવી દીધા પછી તું ખાવા લાગતો. આપણે છૂટાં પડતાં ત્યાં સુધીમાં તારો ગુસ્સો ઊતરી જતો."

મીરાં સામેથી ઊઠીને મારી બાજુની ખુરશી પર આવીને બેઠી. એ બોલે જતી હતી. એની સાથે વર્ષો પહેલાં વીતેલાં બાળપણની ઘટનાઓ, નાનપણથી મારા પ્રત્યેની એની લાગણી, એનો નિર્દોષ પ્રેમ - એ બધાંની યાદ આટલાં વર્ષો પછી પણ મારા હૈયાની ભીની લાગણીઓને વધુ દ્રાવક બનાવી રહી હતી. મારાં અશ્રુઓ દ્વારા એ કોમળ સંવેદનાઓ બહાર વહી ન જાય એની કાળજી હું રાખી રહ્યો હતો. કેટલી સરળતા, સાહજિકતા અને સાત્ત્વિકતાથી એ બોલતી હતી! એના બોલવામાં ક્યાંય એવો ઉદ્દેશ નહોતો કે મારી હતાશાઓને એ જાગ્રત કરવા ઈચ્છતી હોય! છતાં એ જે પણ બોલતી તે હૈયા-સોંસરું ઊતરીને  મારા અંત:કરણને ભીંજવી રહયું હતું. મીરાંએ કદાચ મારી આંખોંમાં ઉદાસીનતા વાંચી લીધી હતી. નાનપણથી જ મને, મારી મનોઃસ્થિતિને વાંચતાં રહેવાનો જાણે એને મહાવરો થઈ ગયો હતો. હું નિરાશાના પૂરમાં વહી ન જાઉં એની બહુ ચીવટથી એ કાળજી રાખી રહી હોય એવું લાગતું હતું.

"તું ખાવાનું શરુ નહીં કરે ત્યાં સુધી હું પણ નહીં ખાઉં અને મને ભૂખ લાગી છે" મીરાંએ મને કહયું.

…………………

 

અમે બેઉ બેઠા. હું હજી આગલે જ દિવસે આવ્યો હતો. મીરાંનું ઘર અને આજુબાજુનું  વાતાવરણ શાંત અને ખુશનુમા હતાં. પણ મારા મનમાં વ્યથા અને અશાંતિના વાયરા વાઈ રહ્યા હતા. મીરાંએ હજી એ નહોતું કહયું કે એણે લગ્ન કર્યાં હતાં કે નહીં. એ પરણી હોય તો એનો પતિ કોણ હશે, ક્યાં હશે? લગ્ન થઈ ગયા હોય તો હજી એ પોતાના પિયરમાં -  શાંતિકાકાના  ઘરમાં શાને રહેતી હશે? એનું સાસરું ક્યાં હશે? આ બધા પ્રશ્નો મારા અશાંત મનમાં રહી-રહીને મને વિહ્વળ કરી રહ્યા હતા. એ પરણી ગઈ હોય તો એના ઘરમાં મારું રહેવાનું ઉચિત હતું?  આ બધા પ્રશ્નોના જવાબ જાણવા જરૂરી હતા. હજી હમણાં જ મારી વ્યથિત મનોસ્થિતિની વાત મેં એને કહી એ સાંભળ્યા પછી એના ચહેરા પર ઉદાસી ફરી વળી હતી. હું ૩૫ વર્ષો પહેલાં સહુને છોડીને શાને ચાલી ગયો  હતો, ક્યાં ગયો  હતો, કાગળો  કેમ  લખ્યા નહોતા, હું પરણ્યો હતો કે નહીં - એવા કોઈ જ અંગત પ્રશ્નો મીરાંએ મને પૂછ્યા નહોતા. તો એણે લગ્ન કર્યાં હતાં કે નહીં એ હું કેવી રીતે પૂછી શકતે? મને પૂછવાનો અધિકાર પણ શું હતો?

આ બધા વિચારોનું યુદ્ધ મગજમાં ચાલી રહ્યું હતું ત્યાં મારા હાથ ઉપર એનો હાથ મૂકીને એણે મને પૂછયું: "આશુ, મને કહે તું કેમ આટલો વ્યથિત છે? તું આવ્યો છે ત્યારથી હું જોઈ રહી છું તું ખોવાયેલો, ખોવાયેલો લાગે છે."

હું : "મારે તને ઘણું બધું કહેવું છે, મીરાં. જે કહેવું છે એ વાત બહુ લાંબી છે પણ એક પ્રશ્ન જે મારી વ્યથા ઉપરાંત મારી મૂંઝવણમાં વધારો કરે છે એ મારે તને પૂછવો હતો પણ પૂછતાં ડર લાગે છે."

મીરાં: " તું અહીંથી ગયો એ પહેલાં મને ધમકાવવામાં, મારી સાથે ઝઘડો કરવામાં તને ક્યારે પણ સંકોચ મહેસૂસ થતો નહોતો, તો આજે એક પ્રશ્ન પૂછવામાં તને શાનો ડર લાગે છે?"

મીરાંની વાત સાચી હતી. પણ એના એ પ્રશ્નનો જવાબ મારી પાસે નહોતો. મેં  હિંમત કરીને મારો પ્રશ્ન પૂછી જ નાંખ્યો: "મીરાં, તેં લગ્ન કર્યાં?"

આંખોમાં આંખો પરોવીને મીરાં મારી સામે જોઈ રહી. હું એની બાજુમાં જ બેઠો હોવા છતાં એવું  લાગ્યું જાણે એ ખોવાયેલા વર્ષોના ભૂતકાળની પેલે પાર મારા પ્રશ્નનો જવાબ શોધી રહી હોય! એ કઈંક બોલવા જતી હોય એમ એના હોઠ હલ્યા પણ શબ્દો બહાર નહીં આવ્યા. એની આંખોના ખૂણામાં મોતી જેવા નાનકડા અશ્રુબિંદુઓ ચમક્યાં. થોડી ક્ષણો પછી બહુ જ શાંત, ઊંડા અને ભારે અવાજમાં એના શબ્દો સંભળાયા:

"તને મીરાંબાઈના જીવનની વાત યાદ છે, આશુ? ધર્મગુરુઓ અને સગાં સંબંધીઓ એને પૂછતા રહ્યા હતા અને એ હંમેશાં કહેતી રહેલી કે "મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ના કોઈ!" એની જેમ તારી મીરાંનો પણ એક જ કૃષ્ણ હતો. પણ વર્ષો પહેલાં એ કૃષ્ણ ક્યાંક ખોવાઈ ગયો હતો. અંત:કરણના ઊંડાણમાં એકને વર્યા હોઈએ, એકની જ છબી હૈયા સરસી સાચવીને જાળવી રાખી હોય તો બીજા કોઈ સાથે લગ્ન કઈ રીતે થઈ શકે?"

પોતાના શબ્દો સાથે જન્મેલા જે અશ્રુઓને  મીરાં પોતાના  હૈયામાં જ દફનાવી દેવા માંગતી હતી  તે બળવો કરીને એની આંખોમાંથી ખરી જ પડ્યાં. આશુનુ ધ્યાન ખેંચાય એ પહેલાં જ સાડીના પાલવ વડે મીરાંએ તરત પોતાના આંસુઓ લૂછી નાંખ્યા. એ બોલીને શાંત થઈ ગઈ. કોરી કરેલી આંખો વડે એ મને જોઈ રહી હતી. એ આંસુઓ મારાથી છૂપા રહ્યા નહોતા. વર્ષોથી હૈયામાં ઘવાઈને પડેલી લાગણીઓ એના અવાજમાં ભળેલી વ્યથાની સંવેદનાને છુપાવી નહીં શકી. મારા અંત:કરણમાંથી ઊઠતો ઠપકો બહુ જ સ્પષ્ટાથી મને ઠપકારી રહ્યો હતો: "આવી પવિત્ર લાગણીવાળી અને ત્યાગમૂર્તિ જેવી બાળસખાની જિંદગી તેં શાને બગાડી?”

ઊઠીને, મીરાંના પગમાં પડીને એની માફી માંગવાની તીવ્ર ઈચ્છા મનમાં જાગી. એને ભેટીને ઘણું બધું રડી લેવાનું મન થયું.

…………………

 

આ એ જ હીંચકો હતો. આજે ૩૫ વષો પછી એ હીંચકા પર બેસતાં જ જુના સ્મરણો કેટલી ત્વરાથી સ્મૃતિપટ પર ઉપસી આવ્યા હતાં. એટલી નાની ઉંમરે પણ મારા દોષનો ટોપલો મીરાંએ પોતાના માથે લઈ લીધેલો. કેટલા ઉમદા સ્વભાવની છોકરી હતી, મીરાં!

વળી પછી મારી વિચારમાળા તૂટી. પાછળથી મીરાંનો અવાજ આવ્યો: "આશુ, હીંચકો ધીમો કર, હું વરંડામાં આવું છું."

મેં હીંચકો એકદમ સ્થગિત કર્યો. મીરાં મારી સામે આવીને ઊભી રહી. "આશુ, મોટા હીંચકા ખાવાની તારી ટેવ હજી એવી જ છે. તને યાદ છે, આપણે નાના હતા ત્યારે આ હિંચકા પર બેસીને લેસન કરતા! એક દિવસ મોટા હીંચકા નાખીને તેં મને નીચે પડી નાખેલી! તારી એ નિશાની હજી મારા કપાળ પર અંકિત છે."

પોતાના વાળની લટ ઉપર કરીને એના કપાળ પર અંકિત થઈ ગયેલા પેલા ઘાવની નિશાની એણે મને બતાવી. 

હું: "ઓહ, મીરાં, હજી તેં  મને માફ નથી કર્યો?"

મીરાં : "અરે, હોય? આ તો મારા બાળસખાના પ્રેમની નિશાની છે. મીઠાં સંભારણા માટે લાગણી હોય, ગુસ્સો ન હોય. આ નિશાની હંમેશા મને તારી યાદ સાથે જોડેલી રાખે છે.

…………………

 

મારા અંતરમાં ઊભરી રહેલા વેદનાના જ્વાળામુખીને સહિષ્ણુતા અને ઠાવકાઈના વાદળની  આડે  છૂપાવવાના મારા પ્રયાસો મને વધુ અને વધુ ગુંગળાવી રહ્યા હતા. મીરાં સિવાય હવે મારા જીવનમાં બીજું  કોણ  રહયું હતું, જે  મારી વેદનાને સમજી શકતે?  મેં  હજી સુધી અવ્યક્ત રાખેલી વેદનાને જેણે ક્યારની ય વાંચી લીધી હતી, જે લાગણીથી મારા દુ:ખોને વહેંચવા રાહ જોઈને બેઠી હતી, એનાથી શું છુંપાવવું? આખરે મારી વેદનાનું મૌન મેં તોડ્યું:

"મીરાં, આ દુનિયામાં મારું કોઈ રહયું નથી. હું સાવ એકલો છું. મારા મનમાં કોઈ અજ્ઞાત, પણ ભારેલો  અગ્નિ ઊઠી રહ્યો હોય એવો અહેસાસ થયા કરે છે. દુનિયાનો કોઈ છેડો, જીવનની કોઈ પરિસ્થિતિ અને સંસારની કોઈ વસ્તુ મને શાંતિ નથી આપતી. મારી જિંદગીના ખોવાયેલા ૩૫ વર્ષોની કહાણી  વિગતવાર અને લંબાણથી મારે તને કહેવી હતી. પણ ધૂંધવાયેલા મનના આવેગ સામે ધૈર્યના કિનારા તૂટી રહયા છે. મારું ઘર, મારા માતા-પિતા, તું, આ ગામ, એ બધાને છોડીને હું ગયેલો ત્યારે મન ઘણું જ વ્યથિત હતું, મનમાં ઉદ્દંડ જુવાનીનું જોશ હતું. મગજમાં ફાંકો હતો, સફળતાનો મદ હતો. મારા જીવનમાં મારે જે કરવું હોય એમાં કોઈ મને કેવી રીતે રોકી શકે? એવી ઉદ્દામવાદી વિચારધારા મગજ પર છવાયેલી હતી. આ બધાની અસર હેઠળ મેં અહીંથી દૂર, ઘણે દૂર જવાનો ઉતાવળો અને અવિચારી નિર્ણય લીધેલો. હું અમેરિકા પંહોંચ્યો ત્યારે મનમાં ઘેલછા હતી કે મારે નવેસરથી મારી એક નવી જિંદગી શરુ કરવી. પણ તમારી બધાની યાદ મને ભૂતકાળમાંથી નીકળવા નહોતી દેતી. ૭-૮ મહિનાઓ સુધી મારી એ હાલત હતી. મારા સ્થગિત થઈ ચૂકેલા જીવનને નવા વહેણમાં વહેતું મૂકવા માટે, એને મારા અંતરપટ પર થી સદંતર ભૂંસી નાખવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. અને એક રાત્રિએ મેં મનમાં ગાંઠ વળી કે મારો કોઈ ભૂતકાળ હતો જ નહીં. That was the night I felt my conscience had died within me. – પહેલી વાર મને જાણે એવું મહેસૂસ થયેલું કે મારી ચેતના જ હણાઈ ગઈ છે. મને માફ કર, મીરાં, પણ એ રાત્રે મારા બા-બાપુજી માટે, તારે માટે અને આ ગામ માટે આ આશુતોષ મરી પરવાર્યો હતો. એ આખી રાત હું બહુ રડેલો. નાનપણથી લઈને આપણા કોલેજના વર્ષો સુધી મારી નાજુક પળોમાં તું જ મને શાંત્વન, આશ્વાસન અને સ્ફુરણા આપતી. એ રાત્રે  હું રડતો રહેલો. હું તને કાયમ માટે ભૂલી જવા માંગતો હતો, છતાં તને જ યાદ કરતો રહેલો. મને જ્યારે તારી બહુ જ જરૂર હતી ત્યારે જ તારાથી હજારો માઈલ દૂર થઈ ગયો હતો. એ કેવી વિચિત્ર પરિસ્થિતિ હતી કે મારે તને હંમેશને માટે ભુલાવી દેવી હતી, પણ એ વિચાર માત્રથી જે અસહ્ય વેદના સર્જાઈ હતી તેને શાંત કરવા પણ હું તારી જ ઝંખના કરી રહ્યો હતો. મેં મારી ઉદ્ધતાઈની બહુ મોટી કિંમત ચૂકવી છે, મીરાં. હું મારા બા-બાપુજીનો, તારો,  ગામનો  અને આ ધરતીનો બહુ મોટો ગુનેગાર છું. મારા કર્મોની સજા તો હું ભોગવી જ રહ્યો છું, પણ તારી સજા ભોગવવાની બાકી છે. તું મને જે પણ સજા આપે એ મને મંજૂર છે."

મારી આંખોમાંથી વહી રહેલા આંસુઓ અને ગળે ભરાયેલો ડૂમો મારા અવાજને રૂંધી રહ્યા હતા. હું આગળ બોલી શક્યો નહીં. મેં બાજુની બેઠક ઉપર બેઠેલી મીરાં સામે જોયું તો એની આંખોમાંથી પણ અશ્રુઓની ધારા વહી રહી હતી. થોડી વાર માટે મૌન પ્રસરી રહ્યું.

મીરાં બાજુમાંથી ઊઠીને મારી સામે આવીને ઊભી રહી. પોતાના આંસુભર્યા ચહેરા સાથે એણે પ્યાલામાં કાઢીને મને પાણી પીવડાવ્યું. પોતાના રૂંધાયેલા અવાજ વચ્ચે મારી આંખોમાં આંખો પરોવીને એ બોલી: "આ મીરાં અંતરથી પણ તારી નજદીક છે અને હૈયાં વડે પણ તારી નજીક છે. તારી આ વ્યથા મારાથી સહન નથી થતી, તું સર્વ પ્રથમ મને એ કહે કે તું હવે અહીં રહેશે ને? પાછો અમેરિકા તો નહીં જાય ને?"

મીરાંની આંસુભરી આંખોમાં યાચનાનો ભાવ હતો.

…………………

 

વેદનાના વિષ જેણે પાયાં હોય એને પણ હૈયાંની પ્રીત આપનારની મહાનતા કેટલી ઊંચી હશે!

એ જાણવા ચાલો, ‘ધાગા લોહીના કાચા, નાતા પ્રીતના સાચા’ ઘરમાં વસાવીએ અને વાંચીએ.

 

 

03. ઊઠ્યા તેઓ ઉપર એટલું, કદ અમારું દીસે વામણું

 

(આ પ્રકરણ અંગે થોડું જાણીએ)

 

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at  hridaysparsh17@gmail.com

Aug 02, 2022 04:25 PM - હરીશ પંચાલ 'હૃદય'

વેદાંતના અભ્યાસમાં ઊંડા ઉતરીને મનુષ્ય જીવનમાં ઈશ્વર સાથેની કડીને સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારે જઈને એ સમજાયું કે આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે, અહીં આપણું શું પ્રયોજન છે, શું કરવાનું છે, આ જગતમાં ઈશ્વર સિવાય બાકીનું બધું જ અ-સત છે, માત્ર ઈશ્વર જ સત છે, સત્ય છે. મનુષ્યસેવા એ જ સાચી ઈશ્વર-સેવા છે. 

203

Read more

04.  'અતીતની ગલીઓમાં'  -  મીરાં ની કલમે

(આ પ્રકરણ અંગે થોડું જાણીએ)

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at  hridaysparsh17@gmail.com

Sep 10, 2022 12:33 AM - હરીશ પંચાલ 'હૃદય'

જીવનસાથીને ગુમાવ્યા ઉપરાંત, વર્ષો પહેલાં એની ગેરહાજરીમાં સ્વર્ગે સિધાવેલાં એનાં બા-બાપુજીના અવસાનના આઘાતની પ્રત્યક્ષ અનુભૂતિ એને આવતીકાલે થવાની છે. એકલો પડેલો એ દુ:ખિયારો જીવ - મારો નાનપણનો બાળસખા આ આઘાતને કઈ રીતે લેશે એ વિચારે મને અજંપો મહેસૂસ થઈ રહ્યો હતો. એમાં મારી પણ પરીક્ષા થવાની હતી: "હું એને હૈયાધારણ આપીને એની વેદનાને શાંત કરી શકીશ કે નહીં? પોતાના આકરા નિર્ણય માટે પશ્ચાત્તાપની જે આગ એના અંતરમાં ઊઠી રહી હશે એમાંથી હું એને બહાર કાઢી શકીશ કે નહીં?.." આ બધા વિચારોમાં હું અટવાયેલી  હતી ત્યાં જ શ્રુતિએ મારી તરફ પડખું ફેરવ્યું અને એની સાથે એનો જમણો હાથ મારા શરીર પર આવ્યો. મને રોજ ડાબે પડખે ફરીને સૂવાની ટેવ હતી. પણ અત્યારે પડખું ફેરવવામાં શ્રુતિ જાગી જાય એની મને ચિંતા હતી. આજે કેટલાય મહિનાઓ પછી એ મારી બાજુમાં સૂતી હતી. “મા બાજુમાં હોય ત્યારે બધી જ દીકરીઓ વાત્સલ્ય અનુભવવા આ રીતે સૂતી હશે?

211

Read more

ચાલો આપણી યાત્રા આરંભ કરીએ

Jul 26, 2022 09:18 PM - હરીશ પંચાલ ‘હૃદય’

માનવ સંબંધોમાં અનુભવાતા ઉતાર-ચઢાવ, આશા – નિરાશા, સુખ-દુ:ખ વગેરેનાં વિરોધાભાસી સંવેદનો વચ્ચેથી પસાર થતાં રસ્તાઓ પરની સફર દરમ્યાન મનમાં કેટલાં ય પ્રશ્નો ઉઠતા રહે છે જેના જવાબ આપણા અનુભવોમાંથી જ શોધવા પડે છે.

224

Read more

01. માતૃભૂમિની વિસરાયેલી શેરીઓમાં

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at hridaysparsh17@gmail.com

 

Aug 02, 2022 01:02 PM - હરીશ પંચાલ 'હૃદય'

“ત્રણ દાયકા પછી આ ધરતીની માટી પર પગ મૂકું છું. હૈયામાં સુષુપ્ત થઈને સૂતેલાં સ્પંદનો ખબર નહીં કેમ, કોઈ અવર્ણનીય બેચેનીથી જાગૃત થઈ રહયાં છે.    ધરતી પર મેં પહેલો  શ્વાસ લીધો હતો. મારું પહેલું  રુદન આ ધરતીએ સાંભળ્યું  હતું. આ જ ગામની ગલીઓમાં મારું નિર્દોષ બાળપણ વીત્યું હતું. જેમની સાથે રમતાં, લડતાં - ઝઘડતાં બાળપણની મસ્તીઓ માણી હતી તેઓ બધાં ક્યાં હશે, કોને ખબર!  એમના બાલ્યાવસ્થાના ચહેરા હજી મને યાદ છે. પણ ૩૫ વર્ષો પછી સામે મળે તો તેમને હું કેવી રીતે ઓળખી શકવાનો હતો?  ઈશ્વરની કૃપા થાય અને એવું કોઈ મળે જે મને ઓળખી શકે અને હું એને ઓળખી શકું, તો કેવું સારું ! કોઈ જ ન મળે તો પણ આ ગામની શેરીઓ, અથવા ગામના ચોરાઓ, કોઈના તો એંધાણ દેશે ને ? છેલ્લા ૩૫ વર્ષોમાં રસ્તાઓ એટલા બધા તો બદલાઈ નહીં ગયા હોય કે મને મારું ઘર જ ન મળે !”

254

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.