ચાલો આપણી યાત્રા આરંભ કરીએ

Jul 26, 2022 09:18 PM - હરીશ પંચાલ ‘હૃદય’

223


માનવ સંબંધોમાં અનુભવાતા ઉતાર-ચઢાવ, આશા – નિરાશા, સુખ-દુ:ખ વગેરેનાં વિરોધાભાસી સંવેદનો વચ્ચેથી પસાર થતાં રસ્તાઓ પરની સફર દરમ્યાન મનમાં કેટલાં ય પ્રશ્નો ઉઠતા રહે છે જેના જવાબ આપણા અનુભવોમાંથી જ શોધવા પડે છે.

- જીવન-યાત્રામાં આટલાં બધાં દુ:ખ શાને ભર્યાં પડ્યાં હશે?

- જેમને પોતાના માન્યાં હતાં તેઓ છેડો ફાડીને કઈ રીતે દૂર કઈ રીતે થઈ શકતાં હશે?

- માનવ સંબંધોનું આ માળખું ઈશ્વરે બનાવ્યું હશે ત્યારે લોહીના સંબંધોના મણકાઓને કાચા તાંતણે પરોવ્યાં હશે ?

- લોહીના સંબંધો કરતાં નિષ્કામ, નિર્મળ અને નિર્લેપ લાગણીના સંબંધો જન્મો જનમ ટકતાં હશે?

- જીવનની મુસાફરીમાં દુ:ખો જ મળ્યાં હોય એ પચાવીને પણ સહમાર્ગીઓને નિ:સ્વાર્થ લાગણી આપી શકાતી હશે?

 

આવા થોડા પ્રશ્નોના જવાબ આ નવલકથાની યાત્રા દરમ્યાન આપણને મળી શકશે.

જીવનની સફરમાં સંસારના રસ્તાઓ ઉપર ચાલવાનું હોવા છતાં બીજી જે કેડીઓ આ રસ્તાઓને જોડતી હોય છે, ક્રોસ કરતી હોય છે અને ફરી પાછી સંસારના રસ્તાઓ સાથે મળી જતી હોય છે એમના ઉપર આપણે અનાયાસે જ ચાલવું પડતું હોય છે. સંસાર અને સફર આપણા હોવા છતાં આ રસ્તાઓ ઉપરની સફર આપણે માટે મુકરર થયેલી યોજના અને પ્રકૃતિ, તેમ જ કુદરતની માયા ઉપર આધારિત  થયેલી હોય છે. આ બધી વાતો આપણી સમજની બહાર હોવાથી મનમાં ફરિયાદો અને મુંઝવણો ઊભી કરતી રહે છે.  આવી કેડીઓમાં આધ્યાત્મિકતાની, ધૈર્યની, માનવ-સહજ અનુકંપાની, ત્યાગ ભાવનાની પગદંડીઓ સંસારના રસ્તાઓ સાથે સાહજિક રીતે સમાયેલી હોય છે.

ઈશ્વરે પોતાની કરુણાનાં પ્રતિક રૂપે કેટલાં ય જીવોની રચના કરીને આપણી વચ્ચે મોકલ્યા છે. પણ એમનું એક સર્જન એટલું સર્વોત્તમ છે કે કદાચ ઈશ્વર પોતે પણ આ સર્જન માટે પોતાની પ્રશંસા કરવાને પ્રેરાતો હશે. પૃથ્વી ઉપર  'સ્ત્રી' નું સર્જન કરીને, એનામાં 'માતૃ-હૃદય' મૂકીને ઈશ્વરે માનવજાત ઉપર જે કરુણા કરી છે એને સમજવા અને એની ઊંચાઈને જાણવા આપણામાં લાગણી, અનુકંપા અને સંવેદનાઓનાં ઊંડાણ હોવાં જરૂરી છે. ધૈર્ય, લાગણી, ત્યાગ ભાવના, ક્ષમા-દાનની ઉદારતા અને પડેલાંઓને બેઠા કરી,  એમને જીવનના રસ્તાઓ ઉપર સ્થાયી કરવા જેવા ગુણોને વણી લઈને સાહજિકતાથી કેવી રીતે જીવતા જવું  એ “નારી, તું નારાયણી” જ કરી શકે. પોતાનું સર્વસ્વ છીનવાઈ ગયું હોય છતાં હૈયામાં ત્યાગ ભાવના પ્રગટાવીને માનવ સેવા અને બીજાઓના ઉધ્ધાર કરવાના માર્ગે ચાલતા રહેવાની પ્રેરણા આ નવલકથા આપણને આપતી રહે છે. અહીં, ‘મીરાં’ પોતે, એ  સાક્ષાત “નારી, તું નારાયણી” ના રૂપમાં આપણા સઘળા વાંચક વૃંદની આંગળી પકડીને જીવનના રસ્તાઓ ઉપર ચાલતી રહી છે. એનું વ્યક્તવ્ય,એનું વ્યક્તિત્વ, એની વિચારધારા એના નિર્ણયો અને એના વ્યવહાર – એ સઘળા મુકામો ઉપરથી એ આપણને જીવનનાં મૂલ્યો, મકસદ, અને મર્મ, વગેરેની દીક્ષા આપી રહી છે.

 

જે રીતે જીવનના રસ્તાઓ ઉપર ચાલતાં, ચાલતાં આપણે અસંખ્ય રાહગીરોને પસાર કરતાં જઈએ છીએ, રસ્તાઓ ક્રોસ કરતાં જઈએ છીએ, ઘણાના સંપર્કમાં આવતા જઈએ છીએ, એમની સાથે થોડા માઈલો, થોડાં વષો ચાલીએ છીએ, એવી જ રીતે આ નવલકથાના જીવંત પાત્રો બીજા ઘણા મુસાફરોની સાથે એમની સફર આગળ વધારતા જાય છે. એક-બીજાના સંપર્કમાં આવેલા હોઈને આચાર-વિચાર, વાણી-વ્યવહાર અને લાગણી-સંવેદનાઓ આદાન-પ્રદાન કરતાં જાય છે, એક-બીજા સાથે વહેંચતા જાય છે. લોહીના સંબંધો ઉપરાંત, લાગણી, ઋજુતા અને હૂંફના અદ્રશ્ય તાણાવાણા વડે હૈયાંથી જોડાયેલા રહીને માનવ સંબંધોમાં માનવતાની મહેક પ્રસરાવતા જાય છે. જે જીવનમાં લાગણીઓ નથી હોતી, સહાનુભૂતિ નથી હોતી, માયા-ભાવ, કરુણા અને હૂંફ નથી હોતાં એવાં જીવન ખાલી ખોળિયા જેવાં બનીને રહી જતાં હોય છે. પણ મીરાં જેવું એક સાત્વિક પાત્ર આપણા જીવનમાં આવે તો કઠિન જીવન પણ કેવું ‘માણવા જેવું’ બની જાય છે, તેનો અનુભવ આપણે આ નવલકથા વાંચીને કરીએ.

 

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author and Publisher.

04.  'અતીતની ગલીઓમાં'  -  મીરાં ની કલમે

(આ પ્રકરણ અંગે થોડું જાણીએ)

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at  hridaysparsh17@gmail.com

Sep 10, 2022 12:33 AM - હરીશ પંચાલ 'હૃદય'

જીવનસાથીને ગુમાવ્યા ઉપરાંત, વર્ષો પહેલાં એની ગેરહાજરીમાં સ્વર્ગે સિધાવેલાં એનાં બા-બાપુજીના અવસાનના આઘાતની પ્રત્યક્ષ અનુભૂતિ એને આવતીકાલે થવાની છે. એકલો પડેલો એ દુ:ખિયારો જીવ - મારો નાનપણનો બાળસખા આ આઘાતને કઈ રીતે લેશે એ વિચારે મને અજંપો મહેસૂસ થઈ રહ્યો હતો. એમાં મારી પણ પરીક્ષા થવાની હતી: "હું એને હૈયાધારણ આપીને એની વેદનાને શાંત કરી શકીશ કે નહીં? પોતાના આકરા નિર્ણય માટે પશ્ચાત્તાપની જે આગ એના અંતરમાં ઊઠી રહી હશે એમાંથી હું એને બહાર કાઢી શકીશ કે નહીં?.." આ બધા વિચારોમાં હું અટવાયેલી  હતી ત્યાં જ શ્રુતિએ મારી તરફ પડખું ફેરવ્યું અને એની સાથે એનો જમણો હાથ મારા શરીર પર આવ્યો. મને રોજ ડાબે પડખે ફરીને સૂવાની ટેવ હતી. પણ અત્યારે પડખું ફેરવવામાં શ્રુતિ જાગી જાય એની મને ચિંતા હતી. આજે કેટલાય મહિનાઓ પછી એ મારી બાજુમાં સૂતી હતી. “મા બાજુમાં હોય ત્યારે બધી જ દીકરીઓ વાત્સલ્ય અનુભવવા આ રીતે સૂતી હશે?

211

Read more

03. ઊઠ્યા તેઓ ઉપર એટલું, કદ અમારું દીસે વામણું

 

(આ પ્રકરણ અંગે થોડું જાણીએ)

 

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at  hridaysparsh17@gmail.com

Aug 02, 2022 04:25 PM - હરીશ પંચાલ 'હૃદય'

વેદાંતના અભ્યાસમાં ઊંડા ઉતરીને મનુષ્ય જીવનમાં ઈશ્વર સાથેની કડીને સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારે જઈને એ સમજાયું કે આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે, અહીં આપણું શું પ્રયોજન છે, શું કરવાનું છે, આ જગતમાં ઈશ્વર સિવાય બાકીનું બધું જ અ-સત છે, માત્ર ઈશ્વર જ સત છે, સત્ય છે. મનુષ્યસેવા એ જ સાચી ઈશ્વર-સેવા છે. 

203

Read more

01. માતૃભૂમિની વિસરાયેલી શેરીઓમાં

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at hridaysparsh17@gmail.com

 

Aug 02, 2022 01:02 PM - હરીશ પંચાલ 'હૃદય'

“ત્રણ દાયકા પછી આ ધરતીની માટી પર પગ મૂકું છું. હૈયામાં સુષુપ્ત થઈને સૂતેલાં સ્પંદનો ખબર નહીં કેમ, કોઈ અવર્ણનીય બેચેનીથી જાગૃત થઈ રહયાં છે.    ધરતી પર મેં પહેલો  શ્વાસ લીધો હતો. મારું પહેલું  રુદન આ ધરતીએ સાંભળ્યું  હતું. આ જ ગામની ગલીઓમાં મારું નિર્દોષ બાળપણ વીત્યું હતું. જેમની સાથે રમતાં, લડતાં - ઝઘડતાં બાળપણની મસ્તીઓ માણી હતી તેઓ બધાં ક્યાં હશે, કોને ખબર!  એમના બાલ્યાવસ્થાના ચહેરા હજી મને યાદ છે. પણ ૩૫ વર્ષો પછી સામે મળે તો તેમને હું કેવી રીતે ઓળખી શકવાનો હતો?  ઈશ્વરની કૃપા થાય અને એવું કોઈ મળે જે મને ઓળખી શકે અને હું એને ઓળખી શકું, તો કેવું સારું ! કોઈ જ ન મળે તો પણ આ ગામની શેરીઓ, અથવા ગામના ચોરાઓ, કોઈના તો એંધાણ દેશે ને ? છેલ્લા ૩૫ વર્ષોમાં રસ્તાઓ એટલા બધા તો બદલાઈ નહીં ગયા હોય કે મને મારું ઘર જ ન મળે !”

254

Read more

02. એમને વેદનાના અમે પાયાં'તાં વિષ, તો'ય એમણે આપી અમને હૈયાની પ્રીત!

 (આ પ્રકરણ અંગે થોડું જાણીએ)

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at  hridaysparsh17@gmail.com

Aug 02, 2022 04:21 PM - હરીશ પંચાલ ‘હૃદય’

૩૫ વર્ષો !’ જીવનનો કેટલો લાંબો ગાળો હતો એ! અને કેટલો મહત્ત્વપૂર્ણ ! જે વર્ષોમાં હૈયામાં ઉમંગો તરવરતાં હોય, જુવાનીનું જોશ હોય, નાનપણથી અંતરના ઊંડાણમાં સંઘરી રાખેલી મહત્ત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાની તમ્મના હોય, એમને ફળીભૂત કરવા માટે જે નિર્ણયો અને કાર્યો  નિર્ધારી રાખ્યાં હોય, એ બધાં સ્વપ્નોને, એ ઈચ્છાઓને યુવાનીમાં સાકાર થતાં જોવાનો - એનો આનંદ માણવાનો જે યુગ હોય એ યુગ વીતી ગયો હતો. મીરાંએ પણ એના પ્રેમાળ હૈયામાં ઊંચા મનોરથો સેવ્યા હતા, કેટલી મહત્ત્વની યોજનાઓ વિચારી રાખી હતી, ભવિષ્ય માટે. એ યોજનાઓને અમલમાં મૂકવાનો સમય બહુ દૂર નહોતો. પણ જેની સાથે, જેના સહારા વડે એ યોજના પાર પાડવાની હતી, જે એના જીવનનું સુકાન સંભાળવાનો હતો એ સુકાની છેલ્લી ઘડીએ એને મૂકીને ચાલી ગયો હતો. એ બેદરકાર, બેજવાબદાર અને અવિચારી સુકાની હું જ હતો. 

230

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.