“અર્જુનવિષાદયોગ”
મંગળ મૂર્તિ શ્રી ગણેશજીના આશીર્વાદ વગર કોઈ પણ માંગલિક અને આધ્યાત્મિક કાર્યની પરિપૂર્તિ સરળતાથી શક્ય બની શકે એ વાત શ્રધ્ધાળુઓ માનવા તૈયાર નથી. આજના શુભ દિવસે પણ, આપણે “અર્જુનવિષાદયોગ” સમજવા જઈ રહ્યા છીએ ત્યારે ગણેશજીએ આશીર્વાદ આપીને ઉપર પોતાનું સ્થાન સંભાળી લીધું છે. આવો, એમને સાષ્ટાંગ પ્રણામ કરીને આપણી આધ્યાત્મિક શ્રેણીની શ્રુંખલા શરુ કરીએ.
“અર્જુનવિષાદયોગ”
આજે જન્માષ્ટમી નો અતિ પવિત્ર દિવસ છે.
દુનિયાભરમાં જેટલાં શાસ્ત્રો આજ સુધી લખાયાં હશે તે સર્વેમાં ‘શિરોમણી’ ની જેમ અલગ તરી આવે એવી મહા-પવિત્ર અને અતિ મૂલ્યવાન ભગવદ ગીતા ના પઠનકર્તા ભગવાન શ્રી કૃષ્ણ નો આજે જન્મદિવસ આપણે આજે ઉજવી રહ્યા છીએ. ધર્મ અને અધર્મ વચ્ચેના યુધ્ધમાં કુરુક્ષેત્રની રણભૂમિ ની વચ્ચે ભગવાને મૂંઝાયેલા અર્જુનને માનવતા ધર્મનું અમૂલ્ય જ્ઞાન આપ્યું હતું. એ અગાધ જ્ઞાનના સાગર, એવા સંપૂર્ણ અવતાર - પરમેશ્વર શ્રીકૃષ્ણએ આજથી લગભગ ૫૦૦૦ વર્ષો પહેલાં આ દિવ્ય જ્ઞાન આપ્યું હતું. એ પછી હતાશ થયેલાં અર્જુનને માનવ જીવનના મહાત્મ્યનું જ્ઞાન થયું હતું. અને અધર્મ ઉપર ધર્મ નો વિજય થયો હતો.
ભગવદ ગીતાના શ્લોકો ના રચયિતા વેદ વ્યાસ એક પછી એક શ્લોક બોલે જતા હતા. પણ રખે ને કોઈ અગત્યની વાત છૂટી ના જાય એ હેતુથી એમણે ભગવાન શ્રી ગણેશને વિનંતી કરેલી કે પોતે શ્લોક પછી શ્લોક બોલતા જાય તે બધા એક પછી એક લખતા જાય જેથી અનુસંધાન ક્યાંક તૂટી ના જાય. ગણેશજીએ વિનંતી તો સ્વીકારી પણ પોતાની એક શરત પણ મૂકી કે વેદ વ્યાસને કોઈ પણ બે શ્લોકો વચ્ચે વિચારવાનો સમય જાય તો પોતે ઉઠીને ચાલી જશે, કારણકે તેઓ પોતાની એક ક્ષણ પણ નકામી જવા દેવા નહોતા માંગતા. વેદ વ્યાસજી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એમણે શરત સ્વીકારી લીધી અને આ રીતે ભગવદ ગીતાના ૭૦૧ શ્લોકોનું લેખન કાર્ય સંપૂર્ણ થયેલું. વેદ વ્યાસજી ની બુદ્ધિમતા અને તિક્ષ્ણ ઉત્સ્ફૂરણ શક્તિ ને લાખ, લાખ વંદન. પણ ગણેશજી વગર આપણે સહુ ભગવદ ગીતાના પાઠ કરવાને આજે કદાચ અસમર્થ હોતે. આજે ૫૦૦૦ વર્ષો પછી પણ પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણએ સમજાવેલી ગીતા આપણને સહુને માનવ ધર્મનું ગૂઢ મહાત્મ્ય સમજાવી રહી છે.
મંગળ મૂર્તિ શ્રી ગણેશજીના આશીર્વાદ વગર કોઈ પણ માંગલિક અને આધ્યાત્મિક કાર્યની પરિપૂર્તિ સરળતાથી શક્ય બની શકે
એ વાત શ્રધ્ધાળુઓ માનવા તૈયાર નથી. આજના શુભ દિવસે પણ, આપણે “અર્જુનવિષાદયોગ” સમજવા જઈ રહ્યા છીએ ત્યારે ગણેશજીએ આશીર્વાદ આપીને ઉપર પોતાનું સ્થાન સંભાળી લીધું છે. આવો, એમને સાષ્ટાંગ પ્રણામ કરીને આપણી આધ્યાત્મિક શ્રેણીની શ્રુંખલા શરુ કરીએ.
_______ _______ _______ _______ _______ _______ _______ _______ _______
હું, તમે, આપણે સહુ, સહુના પરિવાર, આપણો સમાજ, અલગ અલગ સમાજના સદસ્યો, ગામડાંઓ, શહેરો, રાજ્યો, સમગ્ર દેશ, માત્ર ભારત દેશ જ નહીં, પણ દુનીયાના બીજા દેશો ની જનતા પણ – બધાના મનમાં એવા કઇંક જટિલ પ્રશ્નો આપણી બુદ્ધિ, સમજણ-શક્તિ અને વિશ્લેષણ શક્તિને પડકાર આપી રહ્યા છે, જેને કારણે, જીવનના દરેક પગથીયે આપણે અવરોધો, મુશ્કેલીઓ અને મુંજવણો અનુભવી રહ્યા છીએ. આપણને સહુને પોત પોતાની ફરિયાદો છે, મનમાં વર્ષો જૂની બંધાયેલી ગ્રંથીઓ ની એક અભેદ દીવાલ છે જેને તોડી શકવાને આપણે આપણી જાતને અસમર્થ મહેસૂસ કરીએ છીએ. આવા બધા કારણોસર આપણે જ ઊભી કરેલી વ્યૂહ-રચનાઓમાંથી આપણે બહાર નથી આવી શકતા. કેટલી પેઢીઓ પહેલાં એક જ વૃક્ષમાંથી નીકળેલી શાખાઓ, કુંપળો અને એમાંથી જન્મેલા ફરજંદો છીએ આપણે સહુ. છતાં માલ –મિલકત માટે એકબીજા સાથે વર્ષોથી ઝઘડતા આવ્યા છીએ.
એકબીજા સાથે કેટલી પેઢીઓથી લોહીના સંબંધે બંધાયેલા આપણે આપણા જ સગાં-સંબંધીઓ પ્રત્યે ઘૃણા, તિરસ્કાર, ઈર્ષ્યા, અરાજકતા, કપટ, લાલચ, લોભ જેવા નકારાત્મક અવગુણોની આગમાં સળગી રહ્યા છીએ. જે આપણું નહોતું, આપણું નથી એને આપણું સાબિત કરવા, કોઈનું પચાવી પાડવા, કોઈને નીચા પાડવામાં આપણે જીવનનો મહત્વનો સમય વેડફી દઈએ છીએ પણ માનવયોનીમાં જન્મ લીધાં પછી આપણે શું કરવાનું છે એ દિશામાં કોઈના વિચારો જ નથી પહોંચતા.
ભગવાન શ્રી કૃષ્ણ એ ગાયેલી ભગવદ ગીતાને ૫૦૦૦ થી વધુ વર્ષો વીત્યાં. આખા પહેલા અધ્યાય – ““અર્જુનવિષાદયોગ” મા ૪૬ શ્લોકો સુધી અર્જુને ફરિયાદો જ કર્યે રાખી હતી અને છેલ્લે નિરાશામાં ફસડાઈને ગાંડીવ બાજુએ મૂકીને રથમાં બેસી ગયો હતો.
અત્યારના સમયમાં આપણે સહુ આ કળીયુગના ‘અર્જુનો’ છીએ. કેટલી પેઢીઓથી મળેલા જન્મો દરમ્યાન આપણે ફરિયાદો જ કરે રાખી છે. આપણે હજી પહેલા અધ્યાય - “વિષાદ યોગ”માં જ ફર્યા કર્યા છીએ. જીવનનું અંતિમ લક્ષ્ય ઈશ્વરને સમજવાનું છે, એમને ઓળખવાનું છે અને મનુષ્ય સેવા દ્વારા, ઊંચા કર્મો દ્વારા, જ્ઞાન અને ભક્તિના સમન્વય સાથે ઈશ્વરને શરણે જવાનું છે – જે ભગવદ ગીતાનો છેલ્લો – ૧૮ મો અધ્યાય છે. આ અધ્યાયના ૬૬ માં શ્લોકમાં ઈશ્વર અર્જુનને કહે છે:
“सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः।।18.66।।
અર્થાત, દુનિયાના ખોટા રીતિ-રિવાજો, ઘરેડ, ધર્મો વચ્ચેના ભેદભાવ, ગેરસમજણો , મોહ, માયા, ક્રોધ, લોભ વગેરે છોડીને મારી જ શરણે આવ. હું તને મુક્તિ આપીશ..”
પણ આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી. આપણે હજી ““અર્જુનવિષાદયોગ” ના અધ્યાયમાં જ છીએ, જ્યાં મનમાંથી એ જ નિરાશાજનક સૂરો નીકળતા સંભળાય છે:
“यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः।
धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत्।।1.46।।
અર્થાત: “યુદ્ધ કરવા કરતાં શસ્ત્ર -વિહીન અને સામનો નહીં કરનાર એવા મને ધ્રુતરાષ્ટ્રના પુત્રો રણમાં હાની નાખે તો ટે મરવું મારે માટે વધુ કલ્યાણકારક રહેશે.”
આપણે સહુએ આપણા “વિષાદયોગ” માંથી બહાર આવવાનું છે, કર્મ શું છે, ભક્તિ શું છે, જ્ઞાન શું છે, કર્મોના ભાથાં બાંધ્યા સિવાય કર્મ-સન્યાસ યોગને કેવી રીતે અંગીકાર કરવાનો છે – આ બધાની સાચી સમજ મેળવીને જીવનમાં ઉતારવાની છે. ભગવદ ગીતાની આંગળી પકડીને, રોજ, “किंचित गीता”, અર્થાત થોડી થોડી ગીતા વાંચી, સમજી અને જીવનમાં ઉતરતા જઈશું તો એક દિવસ એ ઊંચાઈ ઉપર જરૂર પહોંચીશું જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણને હાથ ફેલાવીને આપણને આવકાવા ઊભેલા મહેસૂસ કરી શકીશું .
અસ્તુ.
ગીતા જયંતી - માગશર સુદ ૧૧ ૨૦૭૯
ભગવદ ગીતા અધ્યાય ૨, સાંખ્ય યોગ ભાગ ૨ શ્લોક ૧૧ થી શ્લોક ૧૫
શ્લોક ૧૧
श्री भगवानुवाच:
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे।
गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः।।2.11।।
શ્રીમદ ભગવદ ગીતાના તત્વજ્ઞાનની શરૂઆત બીજા અધ્યાયના આ અગિયારમાં શ્લોકથી થાય છે. અર્જુનના હતાશા અને ભ્રમિત થયેલા મનમાંથી ઉઠેલા આશંકાપૂર્ણ વાક્યો સાંભળ્યા પછી ઈશ્વર જીવનને સ્પર્શતા જ્ઞાનસત્રની રજૂઆત આ વાક્યથી કરે છે:
અધ્યાય ૨. સાંખ્ય યોગ ભાગ ૧
“માનવજાતમાં આ પૃથ્ચી ઉપર કોઈ પણ એવી વ્યક્તિ નથી જેને પોતાના જીવનકાળ દરમ્યાન નાની થી મોટી મુશ્કેલીઓમાંથી પસાર ન થવું પડ્યું હોય. આપણા ઉપર આવેલી મુશ્કેલીઓ અથવા આપત્તિઓનું નિવારણ કરી શકવામાં આપણે પોતાને અશક્તિમાન અથવા લાચાર સમજતા હોઈએ છીએ, કારણ કે એમાંથી રસ્તો કાઢવા માટેની આપણી માનસિક અને બૌધિક સૂઝ ટૂંકી પડતી હોય છે. આપણા વિચારો એટલી ઊંચાઈએ પહોચી નથી શકતા જ્યાંથી આપણે નિવારણ માટેના અલગ, અલગ વિકલ્પો જોઈ શકીએ અથવા વિચારી શકીએ. આનું કારણ આપણું અજ્ઞાન છે. કોઈ પણ બુદ્ધિમાન અથવા બાહોશ વ્યક્તિની બૌધિક સીમારેખાને પણ અમુક હદ હોય છે જેનાથી આગળ એની દ્રષ્ટિ અને વિશ્લેષણ શક્તિ પહોંચી નથી શકતી. જગતમાં માત્ર ઈશ્વર જ સર્વ ગુણ સંપન્ન,જ્ઞાની અને સર્વ-શક્તિમાન છે, જેની પાસે મનુષ્યલોક ના સઘળા જીવોની મુશ્કેલીઓના નિવારણની ચાવી છે. આ જ કારણથી ઈશ્વરની કરુણા, અને એમના આશીર્વાદ તથા માર્ગદર્શનની જીવનના હર પગલે આપણને જરૂર રહે છે. તો આપણે સહુ શ્રીમદ ભગવદ ગીતામાં વર્ણવેલા જ્ઞાનની પ્રસાદી લેતા રહીએ.”
{{commentsModel.comment}}